પાકિસ્તાન / ઈમરાન સરકાર વિરોધી ધરણા રવિવાર સુધી યથાવત, રાજીનામા સિવાયની તમામ માંગ સ્વીકારવા તૈયારઃઈમરાન ખાન

Maulana’s march: On the anti-Imran protests Live News & Updates

  • પાર્ટીએ રવિવારે 12મી રબી-ઉલ-અવવ્લના અવસરે પૈગમ્બરની જયંતીના દિવસે એક સીરત સમ્મેલનનું આયોજન કરવાનો નિર્ણય કર્યો
  • ગુરુવારે ફરીથી બન્ને કમિટિઓના સભ્યો સાથે બેસવા તથા આઝાદી માર્ચને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવામાં આવે તેવી સંભાવનાઓ

Divyabhaskar.com

Nov 07, 2019, 11:12 AM IST

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ખરાબ વાતાવરણ અને રાજકીય સંકટ ખતમ કરવા માટે સહયોગીઓના દબાણ છતા દેશના પ્રમુખ ધાર્મિક નેતા તથા જમાયત ઉલેમા એ ઈસ્લામ-ફઝ્લ(JUL-F)ના પ્રમુખ મૌલાના ફજ્મુર રહેમાને ઈમરાન સરકાર વિરોધી ધરણાને રવિવાર સુધી યથાવત રાખવાની જાહેરાત કરી છે. મૌલાના રહેમાને ‘આઝાદી માર્ચ’દરમિયાન ધરણાના છઠ્ઠા દિવસે ભારે વરસાદ અને ઠંડી વચ્ચે બુધવાર રાતે તેમના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે, તેમની પાર્ટીએ રવિવારે 12મી રબી-ઉલ-અવવ્લના અવસરે પૈગમ્બરની જયંતીના દિવસે એક સીરત સમ્મેલનનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.

મૌલાનાએ આ જાહેરાત પાર્ટીની મજલિસ એ શૂરા અને કાર્યસમિતિની અલગ અલગ બેઠકોની અધ્યક્ષતા તથા પંજાબ વિધાનસભાના અધ્યક્ષ ચૌધરી પરવેઝ ઈલાહી સાથે ચર્ચા કર્યા બાદ કરી હતી. સરકાર સાથે ચર્ચા કરવા માટે રચવામાં આવેલી ટીમના સભ્ય ઈલાહીએ મૌલાના સાથે મુલાકાત કરી હતી. આખો દિવસ સરકારી કમિચિ અને વિપક્ષી રહબર કમિટિ વચ્ચે કોઈ અનઓફિશીયલ સંપર્ક થઈ શક્યો ન હતો. ગુરુવારે ફરીથી બન્ને કમિટિઓના સભ્યો સાથે બેસવા તથા આઝાદી માર્ચને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવામાં આવે તેવી સંભાવનાઓ છે.

મૌલાના રહેમાનની પાકિસ્તાની સરકાર વિરુદ્ધ ‘આઝાદી માર્ચ’થી ગભરાયેલા વડાપ્રધાન ઈમરાને કહ્યું કે, તે પ્રદર્શનકારીઓની તેમના રાજીનામા સિવાયની તમામ યોગ્ય અને વ્યાજબી માંગ સ્વીકારવા માટે તૈયાર છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂને પાંચમી નવેમ્બરે ઈમરાનના નિવેદનનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે, ‘રાજીનામા સિવાય સરકાર તમામ વ્યાજબી માંગને સ્વીકારવા માટે તૈયાર છે ’મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાને આ વાત રક્ષા મંત્રી પરવેઝ ખટકના નેતૃત્વવાળા દળ સાથે એક બેઠકમાં કહી હતી.આ દળને ઈસ્લામાબાદમાં પ્રદર્શન કરનારા વિપક્ષી દળો સાથે મામલાનું સમાધાન લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે, આ બેઠક સરકારી ચર્ચા કરનારો પક્ષ અને રહબર સમિતિ વચ્ચે બીજી તબક્કાની ચર્ચા પહેલા થઈ હતી. રહબર સમિતિમાં વિપક્ષી દળોના પ્રતિનિધિ પણ સામેલ છે.

X
Maulana’s march: On the anti-Imran protests Live News & Updates

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી