સિદ્ધી / સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ મદન બી લોકુર ફિજીની સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા

Madan B Lokur, Fiji Supreme Court Judge: Justice Madan B Lokur Appoints as Judge Of Supreme Court Of Fiji

  •  પહેલી વખત કોઈ ભારતીય જજને બીજા દેશની કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા 
  •  જસ્ટિસ લોકુર જાન્યુઆરી 2018માં સુપ્રીમ કોર્ટની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતી પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Divyabhaskar.com

Aug 12, 2019, 04:35 PM IST

સુવાઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ મદન બી લોકુરે સોમવારે ફિજીની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકેના શપથ લીધા હતા. લોકુર ફિજીમાં અપ્રવાસી પેનલનો ભાગ હશે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે. ફિજીના રાષ્ટ્રપતિ જિઓજી કોનરોતોએ કાર્યકારી ચીફ જસ્ટિસ કમલ કુમારીની હાજરીમાં જસ્ટિસ લોકુરને શપથ લેવડાવ્યા હતા. પહેલી વખત આવું બન્યું છે જ્યારે કોઈ ભારતીય જજ અન્ય દેશની સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હોય.

જસ્ટિસ લોકુરે જૂલાઈ 1977માં વકાલત શરૂ કરી હતી. તેમણે દિલ્હી હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી હતી. તેઓ 1981માં સુપ્રીમ કોર્ટમાં વકીલ અને 1998માં એડિશનલ સોલિસિટર જનરલ તરીકેની નિમણૂક થઈ હતી. ત્યારબાદ તેમણે દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકોનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. જૂલાઈ 1999માં હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ લોકુર ગુવાહાટી અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચુક્યા છે. જૂન 2012માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા, ગત વર્ષે 31 ડિસેમ્બરના રોજ સેનામાંથી નિવૃત્ત થયા હતા.

જસ્ટિસ લોકુર સુપ્રીમ કોર્ટના જજોની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા હતાઃ સુપ્રીમ કોર્ટના ચાર જજોએ 12 જાન્યુઆરી 2018ના રોજ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં હાજર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ કુરિયન જોસેફ અને જસ્ટિસ મદન બી લોકુર પણ સામેલ હતા. ચારોએ સુપ્રીમ કોર્ટની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા હતા અને તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું હતું. સુપ્રીમ કોર્ટના જજોનું આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સ કરવું ઈતિહાસમાં પહેલી વખત બન્યું હતું.

X
Madan B Lokur, Fiji Supreme Court Judge: Justice Madan B Lokur Appoints as Judge Of Supreme Court Of Fiji
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી