ચૂકાદો / સટોડિયા સંજીવ ચાવલાને ભારત લાવવાનો રસ્તો સાફ, લંડનની કોર્ટે મંજૂરી આપી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સંજીવ ચાવલા વર્ષ 2000ની સાલમાં ગાજેલા ફિક્સિંગ સ્કેન્ડલમાં સામેલ હતો

Divyabhaskar.com

Jan 16, 2020, 07:00 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્ક:લંડનની કોર્ટે બુકી સંજીવ ચાવલાના પ્રત્યાર્પણ પર ગુરૂવારે ચૂકાદો સંભળાવી દીધો છે. વેસ્ટમિનિસ્ટર કોર્ટે સંજીવ ચાવલાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું કે અમે અપીલ કરવાની અનુમતિથી ઈનકાર કરીશું અને હાઇકોર્ટના અગાઉના ચૂકાદાઓને ખોલવાની પણ અનુમતિ નહીં આપીએ. સુનવણી દરમિયાન સંજીવ ચાવલા કોર્ટમાં મોજૂદ હતો. ગૃહસચિવની સહી બાદ તેને 28 દિવસની અંદર પ્રત્યાર્પિત કરી દેવામાં આવશે. સંજીવ ચાવલા 2000ની સાલમાં ફિક્સિંગ સ્કેન્ડલમાં સામેલ હતો અને વોન્ટેડ હતો. આ સ્કેન્ડલમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સિ ક્રોનિએનું પણ નામ આવ્યું હતું. તેનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી