રશિયા / પત્રકારોને વિદેશી જાસૂસ તરીકે દર્શાવતા કાયદાને મંજૂરી આપી, અનેક સંગઠનોએ કહ્યું- આ મીડિયાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ કાયદા પર સોમવારે હસ્તાક્ષર કર્યા હતા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ કાયદા પર સોમવારે હસ્તાક્ષર કર્યા હતા

  • નવા કાયદા પ્રમાણે વિદેશમાંથી ભંડોળ મેળવતા અને દેશની રાજનીતિમાં સામેલ મીડિયા કર્મચારીઓને વિદેશી જાસૂસ જાહેર કરવામાં આવશે
  • રશિયાએ પ્રથમ વખત વર્ષ 2017માં મીડિયા સંગઠનોને જાસૂસ જાહેર કરવા માટે કાયદો રજૂ કર્યો હતો

Divyabhaskar.com

Dec 03, 2019, 02:51 PM IST

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને સોમવારે સ્વતંત્ર પત્રકારો અને બ્લોગરોને વિદેશી એજન્ટ જાહેર કરવાને લગતા એક વિવાદિત દાયકાને મંજૂરી આપી હતી. કેટલાક સંગઠનો અને ટીકાકારોએ તેને મીડિયાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન તરીકે ગણાવ્યું હતું. સુધારા સાથે રજૂ કરાવમાં આવેલા આ કાયદામાં બ્રાન્ડ મીડિયા સંસ્થાઓ અને NGO ને વિદેશી જાસૂસ દર્શાવવાની સત્તા સરકારી અધિકારીઓને આપવામાં આવી છે. રશિયાએ આ અગાઉ વર્ષ 2017માં આ અંગેનો એક કાયદો રજૂ કર્યો હતો.

સરકારી વેબસાઈટના અહેવાલ પ્રમાણે નવા કાયદા અંતર્ગત હવે સ્વતંત્ર પત્રકારોને તાત્કાલિક અસરથી વિદેશી જાસૂસ જાહેર કરી શકાશે. આ એવા મીડિયા કર્મચારીઓ હશે કે જેઓ બીજા દેશમાંથી ભંડોળ પ્રાપ્ત કરે છે અને દેશની રાજનીતિમાં સામેલ રહે છે. વિદેશી જાસૂસ જાહેર કરવા અંગે પત્રકારોએ સ્પષ્ટતા કરવી પડશે, અન્યતા તેમને દંડનો સામનો કરવો પડશે.

સરકારી મીડિયા અને વિપક્ષનો અવાજ બંધ કરવા માગે છે સરકાર :NGO
એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ સહિત 9 સંસ્થાએ નવા કાયદાના અમલ થવા બદલ અફસોસ દર્શાવ્યો છે. તેમણે કહ્યું છે કે નવા કાયદાથી સરકાર ફક્ત પત્રકારો જ નહીં પરંતુ બ્લોગર્સ અને ઇન્ટરનેટ યુજર્સને પણ સરળતાથી નિશાન બનાવી શકે છે. સંગઠનોએ ગયા મહિને કહ્યું હતું કે આ કાયદા દ્વારા સરકાર સ્વતંત્ર અને નિષ્પક્ષ મીડિયા પર પ્રતિબંધ લગાવવા અને વિપક્ષનો અવાજ બંધ કરવાનો પ્રયત્ન કરે છે.

અમેરિકાએ રશિયા સમર્થિત એક ચેનલને વિદેશી એજન્ટ તરીકે જાહેર કરી હતી

રશિયા સરકારે કહ્યું છે કે જે રીતે પશ્ચિમના દેશોમાં પત્રકારો વિદેશી જાસૂસ જાહેર કરતો કાયદો છે બસ આ કાયદો પણ આ પ્રકારનો છે. રશિયાએ આ પગલુ ત્યારે ભર્યું છે કે જ્યારે અમેરિકાએ રશિયા સમર્થિક એક ટીવી ચેનલને વિદેશી એજન્ટ જાહેર કર્યો હતો. રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નવાલના સંગઠને પણ વિદેશી એજન્ટ કહેવામાં આવે છે.

X
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ કાયદા પર સોમવારે હસ્તાક્ષર કર્યા હતારશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ કાયદા પર સોમવારે હસ્તાક્ષર કર્યા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી