મેક્સિકો / ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 4 સગીર સહિત 7ના મોત

Landslide buries family of 7 in central Mexico News and updates

  • બાળકો પરીક્ષામાં પાસ થયાની ખુશીમાં પરિવાર ઘરમાં પાર્ટી કરતા હતા
  • પ્યૂબલા શહેરથી 15 કિમી દૂર સેન્ટ થોમસ ચૌટાલામાં ભારે વરસાદના કારણે એક પહાડનો હિસ્સો ટૂટી પડ્યો

Divyabhaskar.com

Jul 12, 2019, 06:21 PM IST

મેક્સિકો સિટી: મેક્સિકોમાં જમીન ઘસી પડવાના કારણે એક જ પરિવારના ચાર સગીર બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. ગુરુવારે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘટના પ્યૂબલા શહેરથી 15 કિમી દૂર સેન્ટ થોમસ ચૌટાલામાં બુધવારે રાતે થયો હતો. અહીં વરસાદના કારણે પહાડનો એક હિસ્સો ધસી પડ્યો હતો.

સુરક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે, પરિવારના બાળકો એક્ઝામમાં પાસ થયા હતા. તેથી ઘરમાં ખુશીનું વાતાવરણ હતું અને ઘરના સભ્યો પાર્ટી મનાવી રહ્યા હતા. રાતે અંદાજે 8 વાગે ભૂસ્ખલન સાથે પહાડનો એક હિસ્સો તેમના ઘર પર પડ્યો હતો. ઘટના પછી બે બાળકોને બચાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જોખમી સ્થાનવાળા ઘર પણ ખાલી કરાવવામાં આવ્યા
અધિકારીઓએ જણાવ્યું કે, ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમના કારણે પહાડ અને નદી કિનારે રહેતા લોકોને ઘર ખાલી કરાવવામાં આવ્યા છે. પ્યૂબલામાં સરકારના મહાસચિવ ફર્નાંડો મંજાઈલ્લાએ ઘટના સ્થળનું નિરક્ષણ કર્યા પછી ટ્વિટ કરીને કહ્યું છે કે, અમારો ઉદ્દેશ એક દુર્ઘટનાને રોકવાનો છે. જેથી કોઈના જીવ ન જાય.

X
Landslide buries family of 7 in central Mexico News and updates

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી