તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેબર પાર્ટી ડાબેરી ઉગ્રવાદીઓ અને જેહાદી સિમ્પેથાઇઝર્સ દ્વારા હાઇજેક થઇ ગઇ છે- મનોજ લાડવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનોજ લાડવા, ફાઇલ - Divya Bhaskar
મનોજ લાડવા, ફાઇલ
  • 20 વર્ષ સુધી લેબર પાર્ટીમાં એક ફોરમમાં ચેર રહી ચૂકેલા મનોજ લાડવાએ પાર્ટી છોડી
  • તેમણે પાર્ટીની નીતિઓ પર સવાલ ઉઠાવી કાશ્મીર મુદ્દે પોતાનો પક્ષ રાખ્યો

લંડન:વીસ વર્ષ સુધી યૂકેની લેબર પાર્ટીના ફોરમના ચેર રહી ચૂકેલા મનોજ લાડવાએ કાશ્મીર મુદ્દે લેબર પાર્ટીના સ્ટેન્ડને લઇને રોષ વ્યક્ત કર્યો છે. ઇન્ડિયા આઇએનસી. મીડિયા કંપનીના સીઇઓ મનોજ લાડવાએ કહ્યું કે લેબર પાર્ટી હવે ડાબેરી ઉગ્રવાદીઓ અને જેહાદી તત્વો સાથે સહાનૂભૂતિ ધરાવતા લોકો દ્વારા હાઇજેક થઇ ગઇ છે. અત્યારે મનોજ લાડવાએ લેબર પાર્ટીનો છેડો ફાડી લીધો છે અને કાશ્મીર મુદ્દે ભારત વિરોધી વલણ અપનાવવા બદલ પાર્ટીની ઝાટકણી કાઢી છે. 
લેબર પાર્ટીએ કાશ્મીરને લઇને તેમની વાર્ષિક કોન્ફરન્સમાં એક રેઝોલ્યુશન પાસ કર્યું હતું. રેઝોલ્યુશનમાં પાર્ટીએ ભારતના કાશ્મીર મુદ્દે આર્ટિકલ 370 હટાવવાના નિર્ણને વખોડી આંતરરાષ્ટ્રીય ઓબ્ઝર્વર્સને અહીં તાત્કાલિક પહોંચવાની વાત કરી હતી. તે સિવાય યૂએનમાં માનવાધિકાર કાઉન્સિલને પણ તેમાં હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું. આ રેઝોલ્યુશનના જવાબમાં મનોજ લાડવાએ કહ્યું''ઐતિહાસિક રીતે લેબર પાર્ટીએ ભારત અને અહીં રહેતા ભારતના લોકો સાથે સારા સંબંધો ભોગવ્યા છે. પરંતુ અત્યારે જેરેમી કોર્બીનની લીડરશીપ હેઠળ ભારત અને ભારતીયો વિરુદ્ધ એક ભેદભાવ શરુ થયો છે. ''  
તેમણે કહ્યું કે આ નિર્ણય લોકતાંત્રિક હતો અને ભારતના બંધારણના નિયમો પ્રમાણે હતો. સ્પેશ્યલ સ્ટેટસના લીધે મહિલાઓ, એલજીબીટી કમ્યૂનીટી અને અલ્પસંખ્યકોને જે અધિકાર મળતાં ન હતાં તે હવે મળશે. 
મનોજે કહ્યું, આ આશ્વર્યજનક છે કે આ રેઝોલ્યુશન પાસ કરીને લેબર પાર્ટી આ સમાજનું દમન કરવા જણાવી રહી છે. આ પાર્ટી ડાબેરી ઉગ્રવાદીઓ અને જેહાદને સમર્થન આપતા તત્વો દ્વારા હાઇજેક થઇ ગઇ છે. આ બ્રિટિશ સોસાયટીમાં ભંગાણ પાડવાનો રસ્તો છે, અત્યારે બ્રિટનને એવા નેતાઓ જોઇએ છે જે દરેક સમાજ વચ્ચે પૂલ બનાવે અને ભારત જેવા મૈત્રીપૂર્ણ દેશ સાથે સંબંધો રાખે. 

યૂકે રહેતાં ભારતીયોમાં પણ રોષ
આ રેઝોલ્યુશન પાસ થયા બાદ યૂકેમાં રહેતા ભારતીયોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કાશ્મીર મુદ્દે લેબર પાર્ટીના રેઝોલ્યુશનને વખોડી કાઢ્યું હતું. ચૂંટણી નજીકમાં હોવાથી અહીં રહેતા માઇનોરિટી અને અન્ય સમાજના મતો મેળવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...