ચીન / ઈમરાન સાથે મુલાકાતમાં જિનપિંગ બોલ્યા-પાક.થી મિત્રતા અતૂટ અને તેના હિતોનું સમર્થન કરીશું, કાશ્મીર પર અમારી નજર

  • બીજિંગમાં પાક. પ્રધાનમંત્રી સાથે મુલાકાતમાં જિનપિંગે કહ્યું- શાંતિપૂર્ણ વાતચીતથી વિવાદ દૂર કરો
  • મોદી સાથે મુલાકાત પહેલા ચીને કાશ્મીર પર વલણ બદલ્યું અને કહ્યું- દ્વિપક્ષીય પ્રક્રિયાથી મામલો નિપટાવવો જોઇએ
  • 11 ઓક્ટોબરના મોદી અને જિનપિંગ તમિલનાડુના મહાબલીપુરમમાં મળશે, કાશ્મીર વિશે વાતચીતની આશા ઓછી

Divyabhaskar.com

Oct 09, 2019, 06:53 PM IST

બીજિંગ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ચીનના પ્રવાસે છે. બીજિંગમાં ઈમરાનની મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થઇ. જિનપિંગે આ મિટીંગમાં કહ્યું કે કાશ્મીર પર અમારી લગાતાર નજર છે અને ચીન પાકિસ્તાનના મૂળ હિતોથી જોડાયેલા મુદ્દાઓ પર તેનું સમર્થન કરશે. ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆ પ્રમાણે જિનપિંગે કહ્યું- કાશ્મીરની પરિસ્થિતિમાં શું સાચુ છે અને શું ખોટુ છે તે સ્પષ્ટ થઇ ચૂક્યું છે. બન્ને પક્ષોને શાંતિપૂર્ણ વાતચીતથી આ મામલો નિપટાવવો જોઇએ.
ઈમરાન સાથે મુલાકાતમાં જિનપિંગે કહ્યું- ચીન અને પાકિસ્તાનની મિત્રતા પથ્થર જેવી મજબૂત અને અતૂટ છે. તેનાથી ફરક નથી પડતો કે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં શું બદલાવ થઇ રહ્યો છે. અમે ચીન-પાકિસ્તાનના ભવિષ્યને નવા યુગમાં લઇ જવા માટે સાથે મળીને કામ કરીશું. અમારા સંબંધોમાં હંમેશા ઉત્સાહ બરકરાર રહેશે.

મોદી-જિનપિંગ મુલાકાત પહેલા ચીને કાશ્મીપર વલણ બદલ્યું
મોદી અને જિનપિંગ વચ્ચે ભારતમાં થનારી મુલાકાત પહેલા કાશ્મીર પર ચીને પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું- આ મામલાનું દ્વિપક્ષીય પ્રક્રિયાથી સમાધાન લાવવું જોઇએ. આ પહેલા ચીને આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર અને તેની સુરક્ષા પરિષદના પ્રસ્તાવ પ્રમાણે નિપટાવવાની વાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું- ગત વર્ષે વુહાનમાં થયેલા સમ્મેલન બાદ અમારા દ્વિપક્ષીય સંબંધોમાં એક ગતિ આવી છે. આ પ્રક્રિયાને અમે આગામી તબક્કા સુધી લઇ જવા માગીએ છીએ. તેના માટે અમે એક સારુ વાતાવરણ બનાવી રહ્યા છીએ.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી