મ્યૂનિક સંમેલન / કાશ્મીર અંગે જયશંકરનો USને જવાબ- ચિંતા ન કરશો; એક દેશ આ મામલાનું સમાધાન લાવી દેશે, તમે એ દેશને ઓળખો જ છો

Jayashankar's answer to Kashmir America: Don't worry; One country will settle the matter, you know the country

  • મ્યૂનિક સુરક્ષા સંમેલનમાં અમેરિકન સેનેટર લિડસે ગ્રાહમે કહ્યું- હું સમજી શકતો નથી કે કાશ્મીરમાં લોકડાઉને ક્યારે ખતમ થશે 
  • વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું-UN ગત વખતની તુલનામાં હવે ઓછું વિશ્વાસપાત્ર, 75 વર્ષ પહેલાની વાત હવે નથી રહી 

Divyabhaskar.com

Feb 15, 2020, 04:10 PM IST

મ્યૂનિક જર્મનીમાં યોજાયેલા મ્યૂનિક સુરક્ષા સંમેલનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને વળતો જવાબ આપ્યો છે. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રાહે કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેના માટે જયશંકરે કહ્યું કે,‘ચિંતા ન કરશો. એક લોકતંત્ર(ભારત)આનો નિવેડો લાવી દેશે અને તમે જાણો છો કે એ દેશ કયો છે? આ પહેલા ગ્રાહમે કહ્યું હતું કે, ‘કાશ્મીરથી પાછા આવ્યા બાદ હું એ સમજી શક્યો નથી કે લોકડાઉન ખતમ ક્યારે થશે. બન્ને દેશો(ભારત-પાકિસ્તાન)ને આ મુદ્દાનો ઝડપથી નિવેડો લાવવો પડશે.’

જયશંકરે કહ્યું, ‘સંયુક્ત રાષ્ટ્ર પોતાના ઈતિહાસની તુલનામાં હવે ઓછું વિશ્વાસપાત્ર રહી ગયું છે. જ્યારે તમે આના વિશે વિચારો છો તો આની ઘટતી જતી વિશ્વસનીયતા તમને ચોંકાવતી નથી. સંસ્થામાં હવે એ વસ્તુઓ નથી થઈ રહી જે 75 વર્ષ પહેલા થતી હતી. સ્પષ્ટ છે કે આમાં પરિવર્તન લાવવા માટે ઘણું કરવાની જરૂર છે’તેમણે એવું પણ કહ્યું કે, ‘એવા ઘણા દેશ છે, જ્યાં રાષ્ટ્રવાદ અંગે વધારે મૂર્ખતા છે. ઘણા કેસમાં રાષ્ટ્રવાદ વધારે અસુરક્ષિત છે. તથ્ય એ છે કે જે રાષ્ટ્ર વધારે રાષ્ટ્રવાદી દેખાતો હોય તે ઓછો બહુપક્ષીય હોય છે’

‘મોટા પાયે રાષ્ટ્રવાદને સ્વીકૃતી મળી’
રાષ્ટ્રવાદ અંગેના સવાલ પર તેમણે કહ્યું કે, ‘આ અંગે કોઈ સવાલ નથી ઉઠતો કે દુનિયામાં રાષ્ટ્રવાદની બોલબાલા છે. અમેરિકા, ચીન સહિત દુનિયાના ઘણા દેશોનું આની પર જોર છે. દેખીતું છે કે મોટા પાયે રાષ્ટ્રવાદની સ્વીકૃતિ મળી છે’

X
Jayashankar's answer to Kashmir America: Don't worry; One country will settle the matter, you know the country
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી