પ્રવાસ / જયશંકરે ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી, કહ્યું- મતભેદ વિવાદનું કારણ ન બનવું જોઈએ

  • વિદેશમંત્રી મંત્રી સુબ્રમણ્યમ જયશંકર ચીનના ત્રણ દિવસીય પ્રવાસે છે 
  • જયશંકરે કહ્યું કે- વુહાન સમિટ બાદ અહીં આવીને ઘણી ખુશી થઈ રહી છે 

Divyabhaskar.com

Aug 12, 2019, 07:27 PM IST

બેઈજિંગઃ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે સોમવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જયશંકરે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે કોઈ પણ મતભેદ હોય તેને વિવાદનું કારણ ન બનાવવું જોઈએ. આ પહેલા જયશંકર ઉપરાષ્ટ્રપતિ વાંગ કિશાનને ઝોંગ્નનહાઈના તેમના આવાસ પર મળ્યા હતા. જયશંકર ચીનની ત્રણ દિવસની મુલાકાત માટે રવિવારે પહોંચ્યા હતા.

જયશંકરે કહ્યું કે- અહીં આવીને ખુશ છુંઃ જયશંકરે વાંગ યી સાથે મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, અમે બે વર્ષ પહેલા અસ્તાનામાં એક સામાન્ય સહમતિ પર પહોંચ્યા હતા એવા સમયમાં જ્યારે દુનિયામાં પહેલા કરતા વધારે અનિશ્વિતતા છે, આપણા સંબંધોએ સ્થિરતાની ઓળખ આપવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રમોદી અને ચીની રાષ્ટ્રપતિ શી વચ્ચે સમિટનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે, હું, વુહાન સમિટ બાગ અહીં આવીને ખુબ જ ખુશ છું. ત્યાં વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર અમારા નેતાઓ વચ્ચે સામાન્ય સહમતિ વધુ વ્યાપક બની હતી.

વર્ષના અંતે ચીનના રાષ્ટ્રપતિ ભારત આવશેઃ બીજી વખત મોદી સરકાર બન્યા બાદ વિદેશ મંત્રીનો આ પહેલો ચીનનો પ્રવાસ છે. શી જિનપિંગ વર્ષના અંત સુધીમાં ભારત પ્રવાસ પર આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને અનુચ્છેદ 370 પર પણ ચર્ચા થઈ શકે છે. ભારત સરકારે 5મી ઓગસ્ટે જ અનુચ્છેદ 370 ખતમ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી