• Gujarati News
  • International
  • Japanese Ninja Girl Writes Essay With Apuridasi Technique, Gives Professors Blank Paper And Gets Full Mark

જાપાનની નિંજા ગર્લે અપૂરીદાસી ટેકનિકથી નિબંધ લખ્યો, પ્રોફેસરને કોરો કાગળ આપ્યો ને મેળવ્યા પૂરા માર્ક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાપાન યુનિવર્સિટીની વિદ્યાર્થીની અમીએ નિબંધ લખવામાં અદ્રશ્ય શાહીનો ઉપયોગ કર્યો હતો.
  • અદ્રશ્ય શાહીને અપૂરીદાસી ટેકનિકમાં કરવામાં આવતી અને ગુપ્ત સંદેશમાં તેનો ઉપયોગ થતો હતો

1) સોયાબિનથી તૈયાર થાય છે અદ્રશ્ય શાહી

1. એમી જાપાન યુનિવર્સિટીમાં હિસ્ટ્રીની વિદ્યાર્થીની છે. તેને નિંજા અંગે વાંચવાનું અને લખવાનું પસંદ છે. કેટલાક સમય અગાઉ એમી ઈગારોએ નિંજા મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મ્યુઝીયમમાં તેણે શું જોયું અને તેની આ યાત્રા વિશે જ્યારે પ્રોફેસર યુજી યામાદાએ તેને એક નિબંધ લખવા માટે કહ્યું તો તેણે અદ્રશ્ય શાહીનો ઉપયોગ કર્યો.

2. અદ્રશ્ય શાહીથી પત્ર લખવાને અપૂરીદાસા ટેકનિક કહેવામાં આવે છે. તેને નિંજા ટેકનીક પણ કહેવાય છે. એમીએ નિંજા પ્રત્યે પોતાનો લગાવ દર્શાવવવા માટે આ શાહીનો ઉપયોગ કર્યો હતો. અપૂરીદાસી જાપાનની એક પરંપરાગત ટેકનિક છે, જેનો ઉપયોગ પ્રાચીન સમયથી ગુપ્ત સંદેશ મોકલવા માટે કરવામાં આવે છે.

3. અપૂરીદાસી ટેકનિકમાં ઉપયોગ થતી શાહીને સોયાબિનમાંથી તૈયાર કરવામાં આવે છે. આ માટે સૌ પહેલા સોયાબિનને પાણીમાં પલાડવામાં આવે છે, ત્યારબાદ તેને પીસીને શાહીમાં તબદિલ કરવામાં આવતા હતા. તેનાથી લખવામાં આવતા શબ્દો ત્યારે જ દેખાતા કે જ્યારે પેપરને અગ્નિની નજીક લઈ જવામાં આવતા હતા.

4. પ્રોફેસર યુજી યમાદાના મતે હું અલગ-અલગ કોડમાં લખવામાં આવતા અહેવાલો જોયા છે, પરંતુ પ્રથમ વખત કોઈ અપૂરદાસી ટેકનીકથી નિબંધ મારી સમક્ષ આવ્યો છે. નિંજાનું સ્વરૂપ એવું ન હતું કે જે કાર્ટૂન ફિલ્મ્સમાં દેખાડવામાં આવે છે. તેની વેશભૂષાથી લઈ સ્વભાવ સુધી ફાઈટરની માફક હતો.

અન્ય સમાચારો પણ છે...