ટોકિયોઃ ઉત્તર કોરિયાની પરમાણુ સમસ્યા ખતમ કરવા માટે જાપાન પોતાના ફુકુશિમા રોબોટ્સ અમેરિકાને આપી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે, જાપાન આ માટે અમેરિકાને પ્રસ્તાવ પણ આપી ચુક્યું છે. મળતી માહિતી પ્રમાણે, ઉત્તર કોરિયામાં પરમાણુ હથિયારોની યોગ્ય જાળવણી ન થતી હોવાને કારણે કોરિયાઈ દ્વીપકલ્પ માટે ખતરો છે. એવામાં તે અમેરિકાની મદદ લઈને આ મુશ્કેલીમાંથી બહાર આવવા માગે છે.
જાપાન ઉત્તર કોરિયા-અમેરિકાની વાર્તામાં ભૂમિકા નિભાવવા માગે છે
જાપાન આ રિમોર્ટથી ચાલતા રોબોર્ટ્સને 2011ના ફુકુશિમા ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટમાં આવેલી આપત્તિ બાદથી જ બનાવવાના પ્રયાસમાં લાગી ગયું છે. આ રોબોર્ટ્સની ખાસ વાત એ છે કે, તે ન્યૂક્લિઅર ફ્યૂલ અને તેનાથી પીગળેલી હાનિકારક ચીજોને પણ સરળતાથી ઉઠાવીને રાખી શકે છે. જાપાન ટાઈમ્સે આ રોબોટ્સના નિર્માણની પુષ્ટી કરતા કહ્યું કે, ઉત્તર કોરિયા-અમેરિકા વચ્ચે ચાલી રહેલા પરમાણુશાસ્ત્ર પ્રસાર નિરોધક સંધિ અંગેની ચર્ચામાં આબે પ્રશાસન પણ મહત્વની ભૂમિકા અદા કરવા માગે છે.
જાપાને અમેરિકાને પ્રસ્તાવ આપ્યો છે કે, આનાથી ઉત્તર કોરિયાની ન્યૂક્લિઅર ફેસિલિટીની તપાસ સરળતાથી થઈ શકશે. સાથે જ ત્યાં જનારા વૈજ્ઞાનિકો પરના જોખમમાં પણ ઘટાડો થશે. આ રોબોટ ઉત્તર કોરિયાની ટેસ્ટ સાઈટ્સ પર અયોગ્ય જાળવણીના કારણે ફેલાયેલા રેડિએશનની પણ ભાળ મેળવી લેશે.
દક્ષિણ કોરિયા-અમેરિકાના સૈન્ય અભ્યાસથી નારાજ ઉત્તર કોરિયા
છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સૈન્ય અભ્યાસ માટે પ્રતિબદ્ધતાના કારણે ઉત્તર કોરિયાએ નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ કિમ શાસને સાત અલગ અલગ સમયે સમુદ્ધ પાસે મિસાઈલ લોન્ચ કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ લોન્ચિંગને તાનાશાહ કિમ જોંગ-ઉનને પોતે મોનિટર કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.