પર્યાવરણ / ઈટાલી સ્કૂલ અભ્યાસક્રમમાં ક્લાઈમેટ ચેન્જ કરનારો વિશ્વનો પ્રથમ દેશ, જેથી વિદ્યાર્થીઓ સમસ્યા સમજી શકે

Italy is the first country in the world to make climate change in school curriculum so students can understand the problem

  • આગામી વર્ષથી ઈટાલીની શાળામાં ક્લાઈમેટ ચેન્જના શિક્ષણનું મોડલ કેન્દ્ર બનશે
  • આપણે ત્યાં આગામી સત્રથી પ્રાથમિક શાળાનાં બાળકોને નર્સરી સાથે જોડાશે

Divyabhaskar.com

Nov 07, 2019, 02:49 AM IST
રોમ, નવી દિલ્હી: ઈટાલી દુનિયાનો પ્રથમ એવો દેશ બની ગયો છે કે જે જળવાયુ પરિવર્તનનો વિષય શાળાના બાળકોને અભ્યાસક્રમમાં અનિવાર્યરૂપે સામેલ કરાયો છે. શિક્ષણમંત્રી લોરેન્જો ફિયોરામોન્ટીએ જાહેરાત કરી હતી કે તમામ શાળા આગામી વર્ષથી સપ્ટેમ્બરમાં શરૂ થનારા સત્રના પ્રારંભથી જળવાયુ પરિવર્તનના મુદ્દે સપ્તાહમાં ઓછામાં ઓછો એક કલાક જરૂર ફાળવશે.
સ્થિરતા અને જળવાયુનું શિક્ષણ મોડલનું કેન્દ્ર બનવા સમગ્ર મંત્રાલયને પણ બદલવામાં આવી રહ્યું છે. પરંતુ આપણે પારંપરિક વિષયો જેવા કે ભૂગોળ, ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ પહેલાની જેમ ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે હું ઈટાલીની શાળા શિક્ષણ પદ્ધતિને પર્યાવરણ તથા સમાજમાં શીખવેલી ચીજોના મૂળમાં રાખતી વ્યવસ્થા સૌથી પહેલા લાગુ કરવા માંગું છું. જેથી આવનારી પેઢી આ સમસ્યા સમજી શકે. બીજીબાજુ આપણે ત્યાં પર્યાવરણ મંત્રાલય દેશમાં શાળાના બાળકો માટે આગામી સત્રથી નર્સરી અભ્યાસક્રમ લાગુ કરવાનું નક્કી કર્યું છે. તેમાં બાળકો પોતે છોડ વાવશે.
અર્થશાસ્ત્રના પ્રોફેસર રહેલા ઈટાલીના 42 વર્ષીય શિક્ષણમંત્રી લોરેન્જો આ નિર્ણય પછી વિપક્ષના નિશાન પર છે. દોઢ મહિના પહેલા સપ્ટેમ્બરમાં તેમને પોતે વિદ્યાર્થીઓને શાળા છોડી જળવાયુ પરિવર્તન વિરુદ્ધ પગલું નહીં ભરવા યોજાયેલા દેખાવોમાં ભાગ લેવા કહ્યું હતું. વિદ્યાર્થીઓને દેખાવમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા બદલ તેમની દેશભરમાં ટીકા થઈ હતી.
આ બાજુ ભારતમાં જળવાયુ પરિવર્તન અંગે શાળામાં અલગ કોઈ વિષય નથી. અહીં ઈન્ટિગ્રેટેડ રીતે ભણાવાય છે. વિજ્ઞાન, ભૂગોળ જેવા વિષયો સાથે જ જરૂરિયાત પ્રમાણે પર્યાવરણનું શિક્ષણ અપાય છે. આ અંગે એનસીઈઆરટીના ડાયરેક્ટર ઋષિકેશ સેનાપતિએ કહ્યું કે 2003માં સુપ્રીમકોર્ટે શાળામાં પર્યાવરણ શિક્ષણ અંગે આદેશ આપ્યો હતો. જેમાં શાળામાં પર્યાવરણને અનિવાર્યરૂપે ભણાવવાની વાત હતી. સુપ્રીમકોર્ટની દેખરેખ હેઠળ આ દિશામાં કામ શરૂ થયું છે.
X
Italy is the first country in the world to make climate change in school curriculum so students can understand the problem
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી