ઈરાન / જનરલ સુલેમાનીને મારવામાં ઈઝરાયલે અમેરિકાની મદદ કરી હતી

ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની ફાઇલ તસવીર.
ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની ફાઇલ તસવીર.

  • ફ્લાઈટમાં જાસૂસ તહેનાત હતો

Divyabhaskar.com

Jan 14, 2020, 02:07 AM IST
વોશિંગ્ટન: ગુપ્તચર મિશન અને સુરક્ષાતંત્રની મજબૂતી માટે પ્રસિદ્ધ ઈઝરાયલે ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીને મારવામાં અમેરિકાની મદદ કરી હતી. દમાસ્કસમાં હાજર ખબરીઓએ સીઆઈએને માહિતી આપી હતી કે સુલેમાની કઈ ફ્લાઈટથી બગદાદ એરપોર્ટ પહોંચી રહ્યા છે. ખબરીઓથી મળેલી માહિતી મુજબ આ જાણકારીનું ગુપ્તચર એજન્સીએ પોતાના સ્તરે વેરિફિકેશન કરાવ્યું હતું અને અમેરિકાને પુષ્ટી કરી હતી. ઈઝરાયલી પીએમ નેતન્યાહૂની અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો સાથે વાતચીત થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે બગદાદ એરપોર્ટના બે સુરક્ષા અધિકારીઓ અને ચામ એરલાઇન્સના બે કર્મીઓને પણ સુલેમાની વિશે માહિતી આપી હતી.
અમેરિકી સંરક્ષણમંત્રીએ કહ્યું કે ઈરાન હુમલો કરવાનો હતું, તેના પુરાવા નથી
અમેરિકાએ જનરલ સુલેમાનીની હત્યાનું જે કારણ જણાવ્યું તેના પક્ષમાં અત્યાર સુધી કોઈ પુરાવા રજૂ કરી શક્યું નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે સુલેમાની બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસ સાથે પ.એશિયામાં હાજર 4 દૂતાવાસોને નિશાન બનાવવાના હતા. જોકે હવે અમેરિકી સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરે જ ટ્રમ્પના આ દાવાની પુષ્ટીથી ઈનકાર કરી દીધો છે. એસ્પરે કહ્યું કે મારી સામે 4 દૂતાવાસ પર હુમલાની વાત આવી નથી.
X
ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની ફાઇલ તસવીર.ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની ફાઇલ તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી