બદલો / ત્રણ ઇરાની બોટે બ્રિટનના ઓઈલ ટેન્કરને કબજામાં લેવાનો પ્રયાસ કર્યો  

Iranian boats attempted to seized British oil tanker

  • 4 જુલાઈએ બ્રિટને ઈરાની ઓઇલ ટેન્કરને કબજામાં લીધું હતું
  • અમેરિકી વિમાને ઘટનાનો વીડિયો બનાવ્યો, ઈરાનનો ઇનકાર
  • રોયલ નેવીના યુદ્ધજહાજે ટેન્કરને કબજામાં લેવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

Divyabhaskar.com

Jul 12, 2019, 12:33 AM IST

ડેવિડ ડી. કિર્કપેટ્રિક, લંડન: ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ગુરુવારે હથિયારોથી સજ્જ 3 ઈરાની બોટે ગલ્ફના જળક્ષેત્રમાં બ્રિટનના એક ઓઈલ ટેન્કરને કબજામાં લેવાનો પ્રયાસ કર્યો. જોકે રોયલ નેવીના એક યુદ્ધજહાજે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. બ્રિટને આ કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરતા ઈરાનને વિસ્તારમાં સ્થિતિ સામાન્ય કરવામાં મદદ કરવા આગ્રહ કર્યો હતો. બીજી બાજુ બે અમેરિકી અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે ઇરાને હોર્મુજના અખાતથી પસાર થઈ રહેલા બ્રિટિશ હેરિટેજ ઓઈલ ટેન્કરને રસ્તો બદલવા અને તહેરાન નજીક સમુદ્રી ક્ષેત્રમાં રોકાવાનો આદેશ આપ્યો હતો. એક અમેરિકી વિમાને આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.

હોર્મુજ વિસ્તારમાં 2 મહિનામાં 6 ઓઈલ ટેન્કર પર હુમલા થયા

પર્સિયન ગલ્ફમાં સ્થિત હોર્મુજ વિસ્તારમાં મે અને જૂન મહિનામાં 6 ઓઈલ ટેન્કર પર હુમલા થઇ ચૂક્યા છે. તેમાં 2 બ્રિટનના સામેલ છે. અમેરિકા આરોપ મૂકી ચૂક્યું છે કે આ ટેન્કરો પર હુમલા માટે ઈરાની સેનાએ સમુદ્રી સુરંગનો ઉપયોગ કર્યો. જોકે બ્રિટને પોતાનાં ટેન્કરો પર થયેલા હુમલા માટે ઈરાનને જવાદાર ઠેરવ્યું હતું. ઈરાને આરોપો ખોટા ગણાવ્યા હતા.

અમેરિકા પોતાનાં ટેન્કરોને ગલ્ફમાં એસ્કોર્ટ કરશે

અમેરિકી રણનીતિ નિષ્ણાતો કહે છે કે આ ઘટનાઓથી પશ્ચિમમાં તણાવ વધશે કેમ કે ઈરાન ગલ્ફમાંથી ઓઈલના સપ્લાયમાં અવરોધ પેદા કરવા માગે છે. ઈરાનને લાગે છે કે તે આવી ઘટનાઓથી ટ્રમ્પના ઉપર પ્રતિબંધ હટાવવા માટે દબાણ બનાવી શકે છે. બીજી બાજુ અમેરિકી સેનાએ કહ્યું કે તે સહયોગી દેશો સાથે ટેન્કરોને એસ્કોર્ટ કરવાનું શરૂ કરશે.

ગલ્ફમાં સ્થિતિ ગંભીર, અમે મધ્યસ્થતા કરવા તૈયાર

રશિયાના ઉપવિદેશમંત્રી રયાબોવે કહ્યું કે ઓઈલ ટેન્કરને લઇને આવતા સમાચારો ચિંતા વધારનાર છે. તેનાથી સંબંધિત દેશો વચ્ચે સીધા ટકરાવની સ્થિતિ પેદા થશે. સ્થિતિ એટલી બગડી છે કે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ગલ્ફમાં સતત આવી ઘટનાઓથી ત્યાં નેવિગેશન પર માઠી અસર થઇ શકે છે. આ સમસ્યાને ઉકેલવા માટે રશિયા મધ્યસ્થતા કરી શકે છે.

-4 જુલાઇએ બ્રિટિશ રોયલ નેવીએ ઇરાની સુપર ટેન્કર ગ્રેસ વનને જિબ્રાલ્ટરમાં કબજામાં લઈ લીધું હતું. આરોપ હતો કે ટેન્કર સીરિયા જઈ રહ્યું હતું.
-ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ બ્રિટનને ચેતવણી આપતાં કહ્યું હતું કે તેણે ઓઈલ ટેન્કરને કબજામાં લેવાના બદલામાં પરિણામો ભોગવવા પડશે.

X
Iranian boats attempted to seized British oil tanker
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી