તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ‘માનવીય ભૂલ’; ઇરાનની મિસાઈલથી જ પ્લેન ક્રેશ થયું, યુક્રેને વળતર માંગ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઇરાને અંતે સ્વીકાર્યું- 176નાં મોતનું કલંક અમારા જ માથે
 • યુક્રેન એરલાઈન્સનું બોઈંગ 737-800 વિમાન બુધવારે ઈરાનથી ઉડાન ભર્યાની 3 મિનિટમાં જ ક્રેશ થઈ ગયું હતું
 • આ પ્લેન ક્રેશમાં 176 લોકોના મોત થયા હતા, યુક્રેને કહ્યું હતું- ઘટના પાછળ કોઈ ટેક્નિકલ ખામી જવાબદાર નથી
 • અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઓફિસર્સ વચ્ચે ચર્ચામાં પણ ઈરાનની ભૂલના કારણે વિમાન ક્રેશ થયું હોવાની વાત સામે આવી હતી

તહેરાનઃ યુક્રેન વિમાન અકસ્માતના ચોથા દિવસે ઇરાને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેણે શનિવારે કબૂલ્યું કે યુક્રેનના વિમાનને દુશ્મનની મિસાઇલ સમજી તોડી પાડ્યું હતું. ઇરાની રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું કે સેનાની તપાસમાં જણાયું કે માનવીય ભૂલને કારણે વિમાનને નિશાન બનાવાયું. તેમણે સેનાની આ ભૂલને અક્ષમ્ય ગણાવી અને તેના માટે જવાબદાર લોકો પર કેસ ચલાવવાની વાત કરી છે. અગાઉ ઇરાને આ મામલે ઇનકાર કર્યો હતો પરંતુ અમેરિકા, કેનેડા અને બ્રિટને કહ્યું હતું કે ઇરાને જ વિમાન તોડી પાડ્યું છે.  ઇરાનના સુપ્રીમ નેતા અાયાતુલ્લાહ અલી ખામનેઇએ ભવિષ્યમાં આવી ભૂલોથી બચવા માટે ખામીઓ ચકાસવાનો આદેશ આપ્યો છે. જ્યારે ઇરાનના વિદેશમંત્રી ઝરીફે ટિ્વટ કરીને માફી માગી લખ્યું કે ‘અમેરિકાના દુ:સાહસથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે માનવીય ભૂલથી આ દુર્ઘટના થઇ’.

યુક્રેને વિમાનનું બ્લેક બોક્સ માગ્યું
યુક્રેને ઇ
રાનને સંપૂર્ણ તપાસ અને જવાબદારી નક્કી કરવાની સાથે નાગરિકોનાં શબ પરત કરવા અને નુકસાનની ભરપાઇ કરવાની માગ કરી છે. યુક્રેનના વિદેશમંત્રી વદિમે  વિમાનનું બ્લેક બોક્સ માગ્યું છે. તેમણે કહ્યું કે અમે જાતે બ્લેક બોક્સની તપાસ કરવા માગીએ છીએ. ઇરાને કહ્યું હતું કે તપાસ માટે બ્લેક બોક્સ ફ્રાન્સ મોકલવામાં આવશે.
યૂક્રેનના પ્રધાનમંત્રીએ ઈરાનને માફી માંગવા કહ્યું
યૂક્રેનના પ્રધાનમંત્રી વોલોડાઇમિર જેલેંસ્કીએ આ મામલે ઈરાનને દુર્ઘટના માટે જવાબદાર લોકોને સજા આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને વળતર પણ આપવું જોઇએ. તે સિવાય તેમણે ઈરાન સરકાર પાસેથી સત્તાવાર રીતે માફીની માંગ કરી હતી. જેલેંસ્કીએ ફેસબુક પર લખ્યું, ‘‘અમે આશા રાખીએ છીએ કે ઈરાન દોષિતોને કોર્ટમાં સજા અપાવશે અને તાત્કાલિક મુસાફરોના મૃતદેહ સોંપશે.’’

જેલેંસ્કીએ બુધવારે દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી
જેલેંસ્કીએ બુધવારે દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી

ઈરાને શનિવારે જાહેરાત કરી હતી કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલ છોડી હતી. સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવીય ભૂલ ગણાવવામાં આવી હતી. આ પહેલાં ઈરાને ઘટનાના બે દિવસ સુધી વિમાન પર મિસાઈલ છોડી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ખાનગી સૂત્રોથી દાવો કર્યો હતો કે, વિમાન ઈરાનની મિસાઈલ અથડાવાના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયું છે. ઈરાને પહેલાં બંને નેતાઓને આ દાવો કરતાં પુરાવા આપવા કહ્યું હતું, પરંતુ શનિવારે સવારે ઈરાની સરકારે ભૂલ સ્વીકારી લીધી હતી. યુક્રેનનું વિમાન બુધવારે સવારે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. તેમાં 176 લોકોના મોત થયા હતા. ટ્રુડો અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનના દાવા પછી સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ વાયરલ થયો હતો. તેમાં યુક્રેનના વિમાનને મિસાઈલથી અથડાયા પછી વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયેલું પણ જોવા મળ્યું હતું. વિમાન બોઈંગ 737-800 ઉડાન ભર્યાના 3 મિનિટ પછી જ ઈમામ ખોમેની એરપોર્ટથી થોડે દૂર તેનો કાટમાળ જોવા મલ્યો હતો. મૃતકોમાં 63 કેનેડાના નાગરિકો અને તે સિવાય 82 ઈરાની, 11 યુક્રેનના, 10 સ્વિડિશ અને જર્મની-બ્રિટનના 3-3 નાગરિકોના મોત થયા છે.

અમેરિકાએ કહ્યું- રશિયામાં બનેલી બે મિસાઈલ અથડાવાથી વિમાન પડ્યું
આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઓફિસર્સ સાથે બેઠકમાં શંકા વ્યક્ત કરી હતી કે યુક્રેનનું બોઈંગ-737 ઈરાની મિસાઈલ સાથે અથડાવાના કારણે પડ્યું છે. બેઠકમાં અધિકારીઓએ કહ્યું છે કે, ઈરાને ભૂલથી પેસેન્જર વિમાન  પર રશિયામાં બનેલી મિસાઈલથી હુમલો કર્યો છે.

વિમાનને મિસાઈલ અથડાયું હોવાની વાત ખોટી
અમેરિકા, કેનેડા અને બ્રિટનના આ દાવાને પહેલાં ઈરાને નકારી દીધો હતો. રાષ્ટ્રપતિ રુહાનીની સરકારે કહ્યું હતું કે વિમાનને મિસાઈલ અથડાવાની વાત ખોટી છે. કારણકે તે સમયે ઘણાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય વિમાને ત્યાંથી ઉડાન ભરી હતી. ઈરાનનો આરોપ હતો કે આ રિપોર્ટ્સ તેમના વિરુદ્ધ મીડિયામાં મનોવૈજ્ઞાનિક યુદ્ધ શરૂ કરવા માટે ફેલાવવામાં આવી રહી છે.

યુક્રેને કહ્યું હતું- ઘટના ટેક્નિકલ ખરાબીના કારણે નથી થઈ
યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (યુએઆઈ) દુર્ઘટના પછી તુરંત તેમાં ટેક્નિકલ ખામી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. પાયલટ પાસે કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટેની આવડત હતી. અમારો રેકોર્ડ જણાવે છે કે, વિમાન 2400 ફૂટની ઉંચાઈ પર જ હતું. ક્રૂના અનુભવ પ્રમાણે ટેક્નિકલ ખામી નહિવત્ હોઈ શકે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો