પરમાણુ કરાર / ઈરાને યુરેનિયમ સંવર્ધનની નિર્ધારીત સીમાને તોડી, ચીન-રશિયાએ અમેરિકાને જવાબદાર ઠેરવ્યું

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની, ફાઇલ
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની, ફાઇલ

  • ઈરાને કહ્યું- નિર્ધારીત સીમા 3.7 ટકાથી વધુ યુરેનિયમનું સંવર્ધન કરીશું
  • ફ્રાંસ આ મુદ્દાને ઉકેલવા માટે પોતાનો પ્રતિનિધિ ઈરાન મોકલશે, 2018માં અમેરિકા આ કરારથી અલગ થઇ ગયું હતું
  • ચીને કહ્યું- અમેરિકાએ ઇરાન પર દબાણ બનાવ્યું તેના કારણે આ સ્થિતિ થઇ

Divyabhaskar.com

Jul 09, 2019, 10:52 AM IST

તેહરાન: ઈરાને સોમવારે 2015માં થયેલા પરમાણુ કરારનો તોડી નાખ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ દેખરેખ માટેની સંસ્થા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી(આઇએઇએ)એ ખાતરી કરી છે કે ઈરાન કરારથી વધારે યુરેનિયમનું સંવર્ધન કરી રહ્યું છે. ફ્રાંસે આ તણાવને દૂર કરવા માટે પોતાનો એક પ્રતિનિધિ મોકલવાનો નિર્ણય કર્યો છે.

ઈરાને યુરોપીય દેશોને પ્રતિબંધોમાં રાહત અને કરારને આગળ વધારવા માટે 60 દિવસનો સમય આપ્યો હતો જે 7 જુલાઇના ખતમ થઇ ગયો. ઈરાને કહ્યું હતું કે હવે અમે નિર્ધારીત 3.7 ટકાની લિમિટથી વધારે યુરેનિયમ સંવર્ધન કરીશું. અમેરિકા 2018માં એકતરફી પરમાણુ કરારથી અલગ થઇ ગયું હતું. ત્યારબાદ ઈરાન પર કડક પ્રતિબંધ લગાવી દીધા હતાં.

અમેરિકા એકતરફી કાર્યવાહી કરી રહ્યું છે-ચીન

ચીન, રશિયા અને કરારમાં સામેલ અન્ય દેશોએ ઈરાનના આ નિર્ણય માટે અમેરિકાને દોષિત ઠેરવ્યો છે. ચીને અમેરિકા પર એકતરફી કાર્યવાહીનો આરોપ લગાવ્યો . સાથે કહ્યું કે અમેરિકાના લીધે વૈશ્વિક સંકટ પેદા થઇ શકે છે. અમેરિકા તરફથી ઈરાન પર જે દબાણ હમણા થયું છે તે આ સંકટનું મુખ્ય કારણ છે.

વ્હાઇટ હાઉસ તરફથી જાહેર નિવેદન પ્રમાણે ઈરાનના આ પગલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોંથી વાત કરી. બન્ને નેતા એ ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઇરાન પરમાણુ હથિયાર બનાવવા પર જોર નથી આપી રહ્યું.

15 જુલાઇ સુધી પશ્વિમી સહયોગી દેશો સાથે વાત કરવામાં લાગ્યું ફ્રાંસ

આ મુદ્દાને લઇને મૈક્રોએ શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે એક કલાક સુધી ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ઈરાન અને પશ્વિમી દેશો વચ્ચે 15 જુલાઇ સુધી ફરીથી વાતચીત કરવાના પ્રયાસોમાં લાગ્યું છે. ફ્રાંસના પ્રતિનિધિ આ મામલે ચર્ચા માટે ઈરાન પણ જશે.

ઈરાનનું યુરેનિયમ સંવર્ધન 4.5 ટકા પાર

એટોમિક એનર્જી ઓર્ગેનાઇઝેશન ઓફ ઈરાન(એઇઓઆઇ)ના પ્રવક્તા બહરોજ કમાલવંડીએ કહ્યું કે ઇરાનનું યુરેનિયમ સંવર્ધન 4.5 ટકા પાર પહોંચી ગયું છે. કમાલવંડીએ રવિવારે કહ્યું હતું કે ઈરાનને તેના બશર ન્યૂક્લિયર પાવર પ્લાંટ માટે 5 ટકા યુરેનિયમ સંવર્ધનની જરૂરત છે અને તેહરાન રિસર્ચ રિએક્ટર માટે 20 ટકાની જરૂરિયા છે.

ઈરાન પર દબાવ ચાલુ રાખીશું- અમેરિકા

2015માં સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી સભ્યો અને જર્મની સાથે ઈરાનની એક ડીલ થઇ હતી જેમાં યુરેનિયમ સંવર્ધનની સીમા 3.6% નક્કી કરવામાં આવી હતી. આ સીમા પરમાણુ હથિયાર બનાવવાના સ્તરથી ઘણી નીચે છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટને કહ્યું કે અમે ઈરાન સરકાર પર ત્યાં સુધી દબાવ બનાવી રાખીશું જ્યાં સુધી તે પરમાણુ કાર્યક્રમો અને સમગ્ર વિશ્વમાં આતંકવાદને સમર્થન આપવા સહિત પશ્વિમ એશિયામાં હિંસક ગતિવિધિયઓને સમાપ્ત ન કરી દે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ સોમવારે કહ્યું કે અમે ઈરાન પર ઘણા આર્થિક પ્રતિબંધ લગાવ્યાં છે. કમ સે કમ ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાનો પ્રયાસ નહીં કરે.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું હતું કે યુરોપના દેશોને કંઇક એવુ કરવું જોઇએ જેનાથી પરમાણુ કરારને બચાવી શકાય. કરાર અંતર્ગત ઈરાન તેના યુરેનિયમનો ભંડાર 98 ટકા સુધી ઘટાડીને 300 કિલો સુધી કરવાનો વાયદો કર્યો હતો. હવે આ લિમિટ તોડવાનો નિર્ણય ઇરાને કર્યો છે.

X
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની, ફાઇલઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની, ફાઇલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી