થાઇલેન્ડ / દક્ષિણ યાલા પ્રાંતમાં વિદ્રોહીઓએ 15 લોકોની ગોળી મારીને હત્યા કરી

  • સેના પ્રમાણે હુમલાખોરોએ ભાગતી વખતે રસ્તા પર વિસ્ફોટકો અને ખીલીઓ વિખેરી દીધી જેથી તેમનો પીછો ન થાય
  • મલય-મુસ્લિમ પ્રાંતોમાં ગત 15 વર્ષમાં અલગાવવાદી હિંસાથી 7000 લોકોનું મૃત્યુ થયું છે

Divyabhaskar.com

Nov 06, 2019, 02:08 PM IST

બેંકોક: થાઇલેન્ડના દક્ષિણ યાલા પ્રાંતમાં સ્થિત એક મુસ્લિમ બહુમતિ વિસ્તારમાં મંગળવારે રાત્રે શંકાસ્પદ કટ્ટરવાદી અલગાવવાદીઓએ 15 લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી. અધિકારીઓ પ્રમાણે હુમલાખોરોએ સિક્યોરીટી ચેકપોસ્ટને નિશાન બનાવી. તેમાં ચાર સુરક્ષાકર્મી પણ ઘાયલ થયા. હુમલાખોરો ભાગી રહ્યા હતા ત્યારે પોલીસથી બચવા માટે રસ્તા પર વિસ્ફોટકો અને ખીલીઓ વિખેરી નાખી હતી.

થાઇલેન્ડની દક્ષિણી સેનાના પ્રવક્તા કર્નલ પ્રમોત પ્રોમ-ઇને કહ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં આ દેશમાં સૌથી મોટી ગોળીબારની ઘટના છે. હુમલાખોરો તેમની સાથે એમ-16 રાઇફલ અને શોટગન લઇને આવ્યા હતા. હુમલામાં 12 લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું જ્યારે 3 લોકો હોસ્પિટલમાં મૃત પામ્યા હતાં. પ્રમોતે કહ્યું કે આ ઘટના પાછળ વિદ્રોહીઓનો હાથ હોઇ શકે છે.

શા માટે થાઇલેન્ડમાં હિંસા છે ?
આ હુમલા અંગે કોઇ આતંકી સંગઠને દાવો કર્યો નથી. જોકે તેની પાછળ મુસ્લિમ અલગાવવાદીઓનો હાથ માનવામાં આવી રહ્યો છે. થાઇલેન્ડમાં છેલ્લા પાંચ દાયકાથી મુસ્લિમ વિદ્રોહીઓ પોતાના માટે અલગ રાષ્ટ્રની માંગ કરી રહ્યા છે. હકીકતમાં 1909માં થાઇલેન્ડના અલગ અલગ વિસ્તારો પર ફ્રાન્સ અને બ્રિટને કબ્જો કરી લીધો હતો. આ પહેલા યાલા, પટાની અને નરથિવત એક સ્વતંત્ર મલય મુસ્લિમ સલ્તનતનો ભાગ હતા. 1932માં આઝાદી બાદ થાઇલેન્ડ બૌદ્ધ બહુમતિ વાળો દેશ બન્યો. ત્યારબાદ મુસ્લિમ સમૂહોએ થાઇલેન્ડથી અલગ દેશ બનાવવાની માંગ ઉઠાવી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી