અમેરિકા / સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ભારતીય પર્યટકને જર્મનીને સોંપવામાં આવ્યો

Indian visitor in US extradited to Germany for raping minor

  • ભારતીય યુવક કાયદાકીય રીતે 6 ઓક્ટોબર સુધી પર્યટક તરીકે અમેરિકામાં ફરવા માટે ગયો હતો 
  •  આ વર્ષે 12 જુને દેશનિકાલ અધિકારીઓએ આરોપી વ્યક્તિની અમેરિકાના રિચમંડ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી 

Divyabhaskar.com

Jul 09, 2019, 01:13 PM IST

ન્યૂયોર્કઃ અમેરિકામાં એક ભારતીય મૂળના યુવકને જર્મની સોંપી દેવાયો છે. યુવક પર જર્મનીમાં એક સગીરા સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. અમેરિકાના આવ્રજન અને ICE પ્રમાણે, યુવકની ઓળખાણ તલવાર નામના વ્યક્તિના રૂપમાં થઈ છે. અમેરિકાએ યુવકના વિઝાને કેન્સલ કરી દીધા હતા. ન્યૂઝ એજન્સીએ મંગળવારે આ જાણકારી આપી હતી.

ICEએ કહ્યું કે, યુવક કાયદાકીય રીતે 6 ઓક્ટોબર સુધી પ્રવાસી તરીકે અમેરિકામાં રહેવા માટે આવ્યો હતો. તે જર્મનીમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપી હતો. ત્યારબાદ તેની શોધખોળ કરતા તે ન્યયોર્ક શહેરના મહાનગરીય વિસ્તારમાં રહી રહ્યો હતો.

ભારતીય યુવકની 12 જુને ધરપકડ કરાઈ

ધરપકડના વોરંટ પ્રમાણે, 12 જુને અધિકારીઓએ ન્યૂયોર્કના રિચમંડ હિલ ખાતેથી તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તલવારને લો એન્ફોર્સમેન્ટ એજન્સી યૂએસ માર્શલ સર્વિસને સોંપી દેવાયો હતો. ભારતીય યુવકને છેલ્લા સપ્તાહે જર્મન લો એન્ફોર્સમેન્ટ કસ્ટડી હેઠળ ડેપ્યુટી માર્શલ દ્વારા જર્મનીને સોંપી દેવાયો છે.

ICEએ કહ્યું કે, અધિકારીઓ વિવિધ રીતે સાર્વજનિક સુરક્ષાઓને પ્રોત્સાહન આપવા માટે કાયદા પ્રવર્તન અધિકારીઓ સાથે કામ કરે છે. અધિકારી સ્થાનિક , રાજ્ય, સંઘીય અને વિદેશી કાયદા પ્રવર્તન અધિકારીઓ સાથે મળીને એ સુનિશ્વિત કરે છે કે ખતરનાક વિદેશી વ્યક્તિ અમેરિકામાં તો રહી રહ્યો નથીને.

X
Indian visitor in US extradited to Germany for raping minor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી