તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Number Of Indians In The United States Increased By 38% In Seven Years, The Important Role Of These People In The 2020 Elections

અમેરિકામાં સાત વર્ષમાં ભારતીયોની સંખ્યા 38% વધી, 2020 ચૂંટણીમાં આ લોકોની મહત્વની ભૂમિકા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2010 બાદ ગેરકાયદે વસતા ભારતીયોની સંખ્યા 78% વધી

વોશિંગ્ટન: અમેરિકામાં મૂળ ભારતીય હોય તેવા લોકોની સંખ્યામાં 2010-17 દરમિયાન 38%નો વધારો થયો છે. સાઉથ એશિયન અમેરિકન લીડિંગ ટુગેધરના રિપોર્ટમાં કહેવાયું છે કે, 6 લાખ 30 હજાર ભારતીયો અહીં ગેરકાયદે રહી રહ્યાં છે. આ તમામ લોકોના વિઝા ખતમ થઈ ચુક્યા છે. 2010 બાદથી અમેરિકામાં ગેરકાયદે વસી રહેલા લોકોની સંખ્યામાં 78% નો વધારો થયો છે.અમેરિકામાં દક્ષિણ એશિયાઈ દેશોના અંદાજે 50 લાખ લોકોઃ રિપોર્ટ પ્રમાણે, દક્ષિણ એશિયાઈ દેશોના અંદાજે 50 લાખ લોકો કાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરે છે. 2010-17 દરમિયાન અમેરિકામાં પાકિસ્તાની 33%, બાંગ્લાદેશી 26% અને શ્રીલંકાના લોકોની સંખ્યા 15% સુધી વધી ગઈ છે.

2020 ચૂંટણીમાં આ લોકોની મહત્વની ભૂમિકાઃ કરંટ પોપ્યુલેશન સર્વે પ્રમાણે, 2016ની અમેરિકી ચૂંટણીમાં એશિયાઈ દેશોના 49.9% લોકોએ મતદાન કર્યું હતુ. 2001માં જ્યાં દક્ષિણ એશિયાઈ મૂળના મતદાતાની સંખ્યા 20 લાખ હતી, ત્યાં 2016માં આ વધીને 50 લાખ થઈ છે. જેમાંથી 15 લાખ ભારતીય છે. પાકિસ્તાન મૂળના મતદાતાઓની સંખ્યા 2 લાખ 22 હજાર 252 છે જ્યારે બાંગ્લાદેશી 69,825 છે.

દક્ષિણ એશિયાઈ દેશોના 10% લોકો ગરીબઃ રિપોર્ટ પ્રમાણે દક્ષિણ એશિયાઈ દેશોના 10% લોકો (4,72,000) ખુબ જ ગરીબ છે. એવા લોકોમાં પાકિસ્તાની 15.8%, નેપાળી 23.9%, બાંગ્લાદેશી 24.2% અને ભૂતાનન લોકોની સંખ્યા 33.3% છે. બાંગ્લાદેશ અને નેપાળના લોકો અમેરિકામાં સૌથી વધારે ખરાબ હાલતમાં છે.