તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભારતીય વંશના પોલીસ અધિકારી બસુએ પાકિસ્તાની મૂળના આતંકીના ષડયંત્રનો ખુલાસો કર્યો હતો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્કોટલેન્ડ યાર્ડના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટના પ્રમુખ નીલ બસુ
  • લંડન બ્રીજ પર શનિવારે ચાકૂથી થયેલા હુમલામાં બે લોકોનું મૃત્યુ થયું હતું, પોલીસે પાકિસ્તાની મૂળના ઉસ્માન ખાનને ઠાર કર્યો હતો
  • સ્કોટલેન્ડ યાર્ડના પ્રમુખ નીલ બસુએ ખુલાસો કર્યો હતો કે ઉસ્માને ભારતના 26/11ની પેટર્ન પર બ્રિટિશ સંસદ પર હુમલાનો પ્લાન બનાવ્યો હતો
  • બસુના પિતા કોલકાતામાં એક ડોક્ટર હતા, 1961માં તેઓ બ્રિટનમાં વસ્યા હતા, નીલના માતા વેલ્સમાં નર્સ હતાં

લંડન: ઇન્ગ્લેન્ડના લંડન બ્રીજ પર શનિવારે પાકિસ્તાની મૂળના ઉસ્માન ખાને ચાકૂથી હુમલો કરીને બે લોકોની હત્યા કરી હતી. પોલીસે ઉસ્માનને બ્રીજ પર જ ગોળી મારી દીધી હતી. સ્કોટલેન્ડ યાર્ડના આતંક વિરોધી વિભાગના પ્રમુખ નીલ બસુએ જણાવ્યું કે ઉસ્માન મુંબઈમાં થયેલા 26/11ના હુમલાની પેટર્ન પર બ્રિટિશ સંસદ પર હુમલો કરવા માગતો હતો. ભારતીય મૂળના આસિસ્ટન્ટ કમિશ્નરે તેને આતંકવાદી ઘટના જાહેર કરીને તેના જેલ જવાના રેકોર્ડનો પણ ખુલાસો કર્યો હતો. નીલ બસુ અત્યારે બ્રિટનમાં એશિયન મૂળના સૌથી વરિષ્ઠ અધિકારી છે. છેલ્લા રિપોર્ટ પ્રમાણે આ હુમલાની જવાબદારી ISIS સંગઠને સ્વીકારી છે. 
નીલ ગત વર્ષે માર્ચમાં સ્કોટલેન્ડ યાર્ડની કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન ટીમના પ્રમુખ બન્યા હતા. તેમના પિતા પંકજ કુમાર બસુ કોલકાતાના રહેવાસી હતા. કોલકાતામાં તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે અમુક વર્ષ ડોક્ટર તરીકે ભારતમાં જ પસાર કર્યા હતા. 1961માં તેઓ બ્રિટન પહોંચ્યા હતા. અહીં 1963માં તેમણે વેલ્સથી સંબંધ ધરાવતી એક નર્સ સાથે લગ્ન કર્યા હતા. નીલનો જન્મ 1968માં સ્ટેંફોર્ડમાં થયો હતો. 

નીલ પોલીસમાં વિશિષ્ટ સેવા ક્વીન્સ મેડલ જીતી ચૂક્યા છે
નીલનું મોટાભાગનું બાળપણ સ્ટેનફોર્ડમાં વિત્યું છે. 20 વર્ષની ઉંમરમાં તેઓ પરિવાર સાથે લંડન આવ્યા હતા અને 24 વર્ષની ઉંમરે પોલીસ સેવામાં જોડાઇ ગયા હતા. તેમના પિતા લગભગ 40 વર્ષ સુધી પોલીસ સર્જન રહ્યા હતા. તેના લીધે નીલનો મોટાભાગનો સમય પોલીસ કર્મચારીઓ વચ્ચે જ પસાર થયો હતો. નીલ પ્રમાણે તેમના માતા-પિતા પોલીસની નોકરીના લીધે હંમેશા ચિંતામાં રહ્યાં. પરંતુ એક કોન્સ્ટેબલથી આસિસ્ટન્ટ કમિશ્નર બનવા સુધી બન્નેએ હંમેશા તેમની નોકરી પર ગર્વ કર્યો હતો. તેમણે દુખ જાહેર કર્યું કે તેમના પિતા ક્વીન્સ પોલીસ મેડલ સન્માન મેળવતી વખતે તેમની સાથે ન હતા. તેઓ હંમેશા પોલીસ કર્મચારી તરીકે તેમનાથી ગૌરવ અનુભવતા હતા. 

સ્ક્રિપલ કાંડ: રશિયાના ષડયંત્રનો ખુલાસો કરનારા અધિકારીઓમાં બસુ સામેલ હતા
બ્રિટનમાં રશિયાના પૂર્વ જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલ અને તેમની દીકરી યૂલિયાને ઝેર દેવાના મામલામાં નીલે ઘણા અગત્યના ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જાસૂસને ઝેર પર્ફ્યૂમની બોટલમાં ભરીને આપવામાં આવ્યું હતું. તે સિવાય પોલીસ કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર બાદ તેઓ ત્રીજી વ્યક્તિ હતા જેમણે જાસૂસને મારવાના ષડયંત્રમાં રશિયાનો હાથ હોવાની ખરાઇ કરી હતી. 
 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો