વિરોધ પ્રદર્શન / બે દિવસ બાદ હોંગકોંગનું એરપોર્ટ ફરી કાર્યરત, ભારતીય નાગરિકોને ત્યાં ન જવાની સલાહ, ટ્રમ્પે કહ્યું-શાંતિ જાળવો

 

  • હોંગકોંગમાં છેલ્લા અઢી મહિનાથી રાજકીય કટોકટી ચાલી રહી છે. પ્રદર્શનકારીઓએ સરકારની મુશ્કેલી વધારી છે.
  • ભારતીય દૂતાવાસે નોટિસમાં લખ્યું કે, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી  વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો 
  • ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કરી કહ્યું કે,ચીન સરકાર સરહદ પર સૈનિકો વધારી રહી છે, દરેક લોકો શાંતિ જાળવે 
     

Divyabhaskar.com

Aug 14, 2019, 03:54 PM IST

બેઈજિંગ: હોંગકોંગમાં લોકતંત્રના સમર્થકોના વિરોધ પ્રદર્શનને લઈને સ્થિતિ ગંભીર બની ગઈ છે. હોંગકોંગ એરપોર્ટ સોમવાર અને મંગળવારે મોટા ભાગની ફ્લાઈટ કેન્સલ કરાતા અફરાતફરી સર્જાઈ હતી. એરપોર્ટ ઉપર જ પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે આજે ફરી રાબેતા મુજબ ફ્લાઈટ સેવા શરૂ કરાઈ છે. મુસાફરોના ઘસારાથી એરલાઈન્સ પરેશાન થઈ ગઈ છે. ભારત સરકારે દેશવાસીઓને હોંગકોંગ ન જવાની સલાહ આપી છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ કહ્યું હતું કે ચીન સરકાર હોંગકોંગની સરહદ ઉપર સૈનિકો વધારી રહી છે. તમામ લોકોએ શાંતિ રાખવી જોઈએ.

ચીનની સરકારે હોંગ કોંગ પ્રશાસનને કડક કાર્યવાહી કરવા માટે કહ્યું છે અને શહેરની બોર્ડર પર બખ્તરથી સજ્જ ગાડીઓ તહેનાત કરી દીધી છે. બીજી તરફ અમેરિકા, ભારત સહિત અન્ય ઘણા દેશોએ પણ આ મામલા અંગે પ્રતિક્રિયા આપી છે અને એડવાઈઝરી જાહેર કરી છે.

26 કલાક પછી એરપોર્ટ ખૂલ્યું, ભારતે કહ્યું- ભારતીયો ત્યાં ના જાય

  • ભારતીય દૂતાવાસે પોતાની વેબસાઈટ પર જાહેર કરેલી નોટિસમાં લખ્યું કે, નાગરિકોએ કરેલા પ્રદર્શનના કારણે હોંગ-કોંગ એરપોર્ટ પર વિમાનોનું સંચાલન 12 ઓગષ્ટે ગંભીર રીતે અટવાયું છે. 13મી ઓગષ્ટે વિમાનની અવરજવર શરૂ થવાની સંભાવના હતી પણ હવે જો પ્રદર્શન જોર પકડશે તો ફ્લાઈટ સંચાલનમાં વિલંબ આવી શકે છે અથવા તો ફ્લાઈટ્સ રદ પણ થઈ શકે છે. અહીં તમામ ભારતીયોને આદેશ આપવામાં આવે છે કે જ્યાં સુધી એરપોર્ટ પર વિમાનોનું સંચાલન સામાન્ય ન થઈ જાય, ત્યાં સુધી પરિસ્થિતીથી બચવાના વૈકલ્પિક માર્ગોથી યાત્રા કરશો.
  • હોંગકોંગ એરપોર્ટ પર 26 કલાક પછી ફ્લાઈટ જવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓના વિરોધને પગલે અન્ય ઉડાન પ્રભાવિત થઈ હતી. હોંગકોંગની નેતા કેરી લેમે કહ્યું કે, પ્રદર્શનકારીઓ શહેરની સિસ્ટમ ખોરવી નાંખવા માંગે છે. બીજી તરફ, ભારત સરકારે ભારતીયોને હોંગકોંગ નહીં જવાની સલાહ આપી છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ પણ હિંસા અંગે પ્રતિક્રિયા આપી

હિંસક થતા આ પ્રદર્શનના કારણે દુનિયાના અન્ય દેશો પણ સતર્ક થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, ’તેમના ઈન્ટેલિજેન્સ રિપોર્ટ પ્રમાણે, ચીન ઈન્ટરનેશલ બોર્ડર પાસે સેનાને તહેનાત કરી શકે છે, જેથી પ્રદર્શનકારીઓ પર એક્શન લઈ શકાય. દરેક લોકો શાંતિ જાળવે.’

1997માં બ્રિટેને ચીનને હોન્ગ કોન્ગ સોંપી દીધું હતુંઃ આ પહેલા ચીનના વિશેષ પ્રશાસિત વિસ્તાર હોન્ગ કોન્ગમાં છેલ્લા બે મહિનાઓથી લોકતંત્રની માગ અંગે પ્રદર્શન ચાલી રહ્યું છે. જો કે 1997 પહેલા આની પર બ્રિટેનનો અધિકાર હતો પરંતુ બાદમાં તેને ચીનને સોંપી દીધો હતો. ત્યારથી અહીં પ્રદર્શન થઈ રહ્યું છે. હાલ પ્રત્યર્પણ બિલ અંગે પ્રદર્શન થઈ રહ્યું છે. આ બિલ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ ચીનમાં અપરાધ કરીને હોન્ગ કોન્ગમાં શરણ લે તો તેને તપાસ પ્રક્રિયા માટે ચીન જવું પડશે. તેના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી પ્રદર્શન થઈ રહ્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી