તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લંડનમાં બાબાસાહેબ આંબેડકરનું મેમોરિયલ ખુલ્લું રાખવાની અપીલ ભારતે જીતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંબેડકર મેમોરિયલમાં PM મોદી સાથે અન્ય નેતા - Divya Bhaskar
આંબેડકર મેમોરિયલમાં PM મોદી સાથે અન્ય નેતા
 • બાંધકામના નિયમોનું યોગ્ય પાલન ન થયું હોવાનું કહીને સ્થાનિક વહીવટીતંત્રએ રોક લગાવી હતી

ઇન્ટરનેશનલ ડેસ્ક: યુકેની સરકારે ભારતની અપીલ પર  લંડનમાં બાબાસાહેબ આંબેકરનું મ્યૂઝીયમ ખુલ્લું રાખવાની પરવાનગી આપી છે. યૂકેના કમ્યૂનિટી સેક્રેટરી રોબર્ટ જેનરીકે કહ્યું કે 10 કિંગ હેન્રી રોડ પર જ્યાં બાબાસાહેબ આંબેડકર લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરતી વખતે 1921થી 1922 વચ્ચે રોકાયા હતા, તે મ્યૂઝિયમ તરીકે ખુલ્લું મુકી શકાય છે. 
મહારાષ્ટ્ર સરકારે 28 કરોડ જેટલી રકમમાં આંબેડકર હાઉસની ખીરીદી કરી હતી અને બાદમાં તેને બાબાસાહેબ આંબેડકરને સમર્પિત કરીને એક મેમોરિયલ કમ મ્યૂઝિયમમાં રૂપાંતરિત કર્યું હતું. યૂકેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 નવેમ્બર, 2015ના મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રહેણાંક વિસ્તારને મ્યૂઝિયમમાં તબદીલ કરવામાં પ્લાનિંગને લગતા નિયમોનું ઉલ્લંઘન કહીને સ્થાનિક વહીવટી તંત્રએ તેના પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ લંડનમાં ભારતીય હાઇ કમિશને પ્લાનિંગ માટે અરજી કરી હતી પરંતુ તે  સ્વીકૃત થઇ ન હતી. ત્યારબાદ યોગ્ય અપીલ કરીને આ મ્યૂઝિયમ કઇ રીતે મહત્વનું છે તેની દલીલ રજૂ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઇને સ્ટેટ હાઉસિંગના સેક્રેટરીએ મ્યૂઝિયમને આપેલી નોટિસ રદ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો