ભારતનો જવાબ- જેન્ટલમેન ગેમ રમનાર ઈમરાનનું ભાષણ બંદૂકોના ગેરકાયદે વેપારની યાદ અપાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શુક્રવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભડકાઉ ભાષણ આપ્યું હતું
  • ભારતે તે પછી યુએનમાં રાઈટ ટુ રિપ્લાય અંતર્ગત જવાબ આપવાનો નિર્ણય કર્યો
  • ઈમરાને કહ્યું હતું- કાશ્મીરની સ્થિતિ જોઈને દુનિયાના 130 કરોડ મુસ્લિમ ચરમપંથી બની જશે

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ભડકાઉ ભાષણનો જવાબ શનિવારે આપ્યો હતો. ભારત તરફથી વિદેશ મંત્રાલયનવા ફર્સ્ટ સેક્રેટરી વિદિશા મૈત્રાએ કહ્યું હતું કે, જેન્ટલમેન ગેમ રમનાર ઈમરાનનું ભાષણ બંદૂકોના ગેરકાયદે વેપારની યાદ અપાવે છે. ઈમરાનનું ભાષણ આદમખેલની બંદૂકો જેવું અસભ્ય હતું. પેશાવર (પશ્ચિમોત્તર પાકિસ્તાન)માં આવેલો આ વિસ્તાર હથિયારોના કાળાબજાર માટે ખૂબ બદનામ છે. મુઝાહિદ્દીન અહીં મળતા દુપ્લીકેટ એકે-47 રાઈફલના મોટા ગ્રાહક છે.
આ પહેલાં ઈમરાન ખાને શુક્રવારે ભાષણમાં કહ્યું હતું કે, કાશ્મીરની સ્થિતિ જોઈને દુનિયાના 130 કરોડ મુસ્લિમ ચરમપંથી થઈ જશે. કાશ્મીરમાં હોત તો હું પણ બંદૂક ઉપાડી લેત. ત્યાં કર્ફ્યૂ હટતા જ રક્તપાત થશે. 9/11 પહેલાં શ્રીલંકામાં હિન્દુ આત્મઘાતી હુમલા કરતા હતા. પરંતુ ત્યાં તેમના પર કોઈ આરોપ નથી લાગતો.

મૈત્રાએ કહ્યું- પાક ઓસામા બિન લાદેનનો બચાવ કરતો દેશ છે

  • એક માણસ જે ક્યારેક જેન્ટલમેન ગેમ ક્રિકેટ રમતો હતો તેમણે દુનિયા સામે નફરતથી ભરેલું ભાષણ આપ્યું છે. ઈમરાન ખાનની પરમાણુ યુદ્ધની વાત કરવી તેમને કુશળ રાજનીતિજ્ઞ નહીં પરંતુ અસ્થિર નેતા તરીકે દર્શાવે છે. શું પાકિસ્તાન જણાવી શકશે કે કેમ તેઓ અલકાયદા અને અન્ય આતંકીઓને પેન્શન આપે છે. શું વડાપ્રધાન ઈમરાન ખાન એ વાત સ્વીકારશે કે પાકિસ્તાન ઓસામા બિન લાદેનનો બચાવ કરતો દેશ છે.
  • દુનિયામાં પાકિસ્તાન એકલો દેશ છે જે આતંકીઓને શરણ આપે છે. શું પાકિસ્તાન આ વાતને માને છે કે તેમણે 130 આતંકીઓને શરણ આપી છે. તેમાં 25 યુએન દ્વારા જાહેર કરવામાં આવેલા આતંકીઓ છે. શું પાકિસ્તાન જણાવી શકે છે કે, કેમ તેઓ અલકાયદા અને અન્ય આતંકીઓ માટે પેન્શન આપવાની વાત કરે છે.
  • અધિકારી મૈત્રાએ કહ્યું- અમારી ઈચ્છા છે કે તમે ઈતિહાસ યાદ રાખો. તમારે ન ભૂલવું જોઈએ કે 1971માં પાકિસ્તાને કઈ રીતે ઈસ્ટ પાકિસ્તામાં જ પોતાના લોકોનો નરસંહાર કર્યો હતો. લોકોએ પાકિસ્તાન જઈને ત્યાંના નાગરિકોની સ્થિતિ જોવી જોઈએ. જ્યાં પાકિસ્તાન આતંકવાદ પર ભાર આપે છે ત્યારે ભારત વિકાસના મુદ્દા પર ભારત આપે છે. ભારતીય નાગરિકોને કોઈ જરૂર નથી કે કોઈ તેમના માટે બોલે.
  • પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને યુએન ઓબ્ઝર્વરોને પાકિસ્તાન આવવા કહ્યું છે જેથી તેઓ તપાસ કરી શકે કે ત્યાં કોઈ આતંકી સંગઠન સક્રિય છે કે નહીં? શું દુનિયા તેમને તેમનો આ વાયદો યાદ અપાવશે. અમે ઈમરાન ખાન પાસેથી જે પણ કઈ સાંભળ્યું તે તેમની દુનિયા પ્રત્યેની એકતરફી દ્રષ્ટી હતી.
  • શું પાકિસ્તાન એ વાતનો ઈન્કાર કરી શકશે કે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે તેમને નોટિસ આપી છે કે તેમણે 27 માપદંડોમાંથી 20નું ઉલ્લંઘન કર્યું છે. આ તે દેશ છે જ્યાં લઘુમતી સમુદાયનો આકાર સતત ઓછો થઈ રહ્યો છે. 1947માં જેમની સંખ્યા 23 ટકા હતી તે આજે ઘટીને માત્ર 3 ટકા થઈ ગઈ છે. તેમાં ક્રિશ્ચિન, સિખ, હિન્દુ, શિયા, સિંધી સહિત ઘણાં સમુદાય સામેલ છે.