શસ્ત્રપૂજન / ભારતને ફ્રાન્સમાં મળશે યુદ્ધ વિમાન રાફેલ, વાયુશક્તિના બ્રહ્માસ્ત્રનું આજે પેરિસમાં વિજય તિલક થશે

India to get war plane Rafale in France today

  • એક રાફેલ પાક.ના બે એફ-16 વિમાનોનો સામેનો 
  • કરી શકે છે, 600 કિમી સુધી મિસાઈલ છોડી શકે છે
  • ફ્રાન્સમાં રાજનાથ કરશે શસ્ત્રપૂજન

Divyabhaskar.com

Oct 08, 2019, 05:05 AM IST
ફ્રાન્સના બોર્દુથી ભાસ્કર માટે એમિલી કિંગ: વિજયાદશમીના અવસરે આજે ફ્રાન્સનું યુદ્ધ વિમાન રાફેલ ભારતને મળી જશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ રાફેલ બનાવનારી કંપની ડેસો એવિએશનના બોર્દુ સ્થિત પ્લાન્ટમાં રાફેલમાં લગાવાયેલી બે શક્તિશાળી મિસાઈલનું શસ્ત્રપૂજન કરશે. આ બંને મિસાઈલ મિટિઓર અને સ્કેલ્પના કારણે જ રાફેલ વિશેષ યુદ્ધ વિમાન બન્યું છે. એક રાફેલ પાક. એરફોર્સના બે એફ-16 વિમાનનો મુકાબલો કરી શકે છે. તેના પરથી રાફેલની તાકાતનો ખ્યાલ આવી શકે છે. અત્યાર સુધી અમેરિકા પાસેથી પાક.ને મળેલું એફ-16 વિમાન ભારતના બે મિરાજ વિમાન જેટલું શક્તિશાળી છે. મતલબ રાફેલ મિરાજથી ચાર ગણું શક્તિશાળી છે. રાજનાથ શસ્ત્રપૂજા પછી રાફેલમાં ઉડ્ડયન પણ કરશે. પરંતુ હજુ ટ્રેનીંગ થઈ ન હોવાથી ભારતીય પાઈલટ તેને ઉડાડશે નહીં. ત્યારપછી ભારતને પ્રથમ રાફેલ મળશે.
ફ્રાન્સના તજજ્ઞે કહ્યું- પાક.ના મોટાં શહેર રડારમાં
ડિફેન્સ એક્સપર્ટ અને નિવૃત્ત ફ્રેન્ચ એરફોર્સના ફાઈટર ફાઈલટ જિન વિન્સેન્ટે ભાસ્કરને કહ્યું કે ભારતને મળી રહેલું રાફેલ સામાન્ય નથી. તેમાં લાગેલી સ્કેલ્પ મિસાઈલ 600 કિમી સુધી હુમલો કરી શકે છે. 1300 કિલોની સ્કેલ્પ રાફેલ દ્વારા રાજસ્થાનથી જ પાક.ના કરાચી જેવા શહેરને નિશાન બનાવી શકે છે.
X
India to get war plane Rafale in France today

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી