2+2 સમિટ / ભારત અને જાપાને સંયુક્ત નિવેદનમાં કહ્યું- પાકિસ્તાન આતંકવાદ સામે નક્કર કાર્યવાહી કરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગી અને જાપાનના સંરક્ષણ પ્રધાન તારો કોને સાથે મુલાકાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગી અને જાપાનના સંરક્ષણ પ્રધાન તારો કોને સાથે મુલાકાત કરી

  • જાપાનના વડાપ્રધાન શિંઝો અબે અને મોદીએ ગત વર્ષ ઓક્ટોબરમાં બન્ને દેશ વચ્ચે 2+2 સમિટ માટે પહેલ કરી હતી
  • ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર જાપાનના સમકક્ષ તારો કોનો,તોશિમિત્સુ મોટેગી સાથે મુલાકાત કરી
  • જાપાનના વિદેશ બાબતના પ્રધાન તોશિમિત્સુ મોતેગી અને જાપાનના સંરક્ષણ પ્રધાન તારો કોનોએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

Divyabhaskar.com

Dec 01, 2019, 09:03 AM IST

નવી દિલ્હીઃ ભારત અને જાપાને 2+2 સમિટ બાદ શનિવારે એક સંયુક્ત નિવેદનમાં આતંકવાદના વધતા જોખમની ટીકા કરી હતી.બન્ને દેશે પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી નેટવર્કને આ ક્ષેત્રની સુરક્ષા માટે જોખમ સમાન ગણાવ્યું હતું અને આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે.બન્ને દેશના પ્રધાનોએ આતંકવાદ અને હિંસક કટ્ટરપંથીઓનો સામનો કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારી પર ભાર આપ્યો હતો, જેમાં સૂચના અને ગુપ્ત માહિતીની આપ-લે કરવાનો પણ સમાવેશ થાય છે.

જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગી અને જાપાનના સંરક્ષણ પ્રધાન તારો કોનેએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે હિન્દ-પ્રશાંત ક્ષેત્ર સહિત અનેક મહત્વના મુદ્દા પર
ચર્ચા કરી હતી. બન્ને દેશોએ પોતાના અંકૂશ હેઠળના તમામ ક્ષેત્રોમાં અન્ય કોઈ પણ દેશમાં આતંકવાદ ફેલાવનારા જૂથો પર નિયંત્રણ મુકવા પર સહમતી દર્શાવી હતી. બન્ને પક્ષો આતંકવાદ માટે પોતાની
જમીનનો ઉપયોગ નહીં કરવા દેવા પણ સહમત થયા હતા.

મોદીએ કહ્યું- હિન્દ મહાસાગરમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાનો આધાર ભારત-જાપાન સંબંધ

2+2 સમિટ અંતર્ગત જાપાનના વિદેશ બાબતના પ્રધાન તોશિમિત્સુ મોતેગી અને જાપાનના સંરક્ષણ પ્રધાન તારો કોનો શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. વડાપ્રધાને આ મુલાકાત બાદ કહ્યું હતું કે હિન્દ મહાસાગરમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાનો મુખ્ય ભારત-જાપાન સંબંધ છે. જાપાન સાથે ભારતના સંબંધ હિન્દ-પ્રસાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વના છે. આ ઉપરાંત ભારતના એક્ટ ઈસ્ટ પોલિસી માટે પણ મહત્વપૂર્ણ છે.

ભારત સાથે 2+2 સમિટમાં સામેલ થનારો ત્રીજો દેશ હશે જાપાન

ભારત અત્યાર સુધી બે દેશ સાથે 2+2 સમિટમાં સામેલ રહ્યું છે. અમેરિકા અને ભારત પ્રધાન સ્તરની 2+2 સમિટમાં ભાગ લેતા હોય છે, જ્યારે ઓસ્ટ્રેલિયા સાથે હજુ સુધી ફક્ત અધિકારી સ્તરની 2+2 બેઠક થઈ છે. ચીનની વિસ્તારવાદી વન બેલ્ટ, વન રોડ (OBOR)ના જવાબમાં આ તમામ દેશ ભારત સાથે તેમનો સહયોગ વધારી રહ્યા છે. આ સંજોગોમાં એવું માનવામાં આવે છે કે ભારત-જાપાન વચ્ચે આ બેઠક
આ દિશામાં એક મોટું પગલું છે.

અમેરિકા સાથે 2+2 સમિટ ડિસેમ્બર મહિનામાં યોજાશે

ભારત અને અમેરિકા વચ્ચે 2+2 સ્તરની બેઠક 18મી ડિસેમ્બરે વોશિંગ્ટનમાં યોજાશે. તેમાં પણ હિન્દ-પ્રશાંત ક્ષેત્રની સ્વાયતતા અંગે મંત્રણા થાય તેવી શક્યતા છે. ભારત અનેક વખત હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં
ચીનની વધતી ગતિવિધિઓ અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યું છે. જેને લીધે આ ક્ષેત્રમાં ભારતની દરમિયાનગીરી વધારવા માટે અમેરિકાએ ગયા વર્ષે પ્રશાંત કમાન્ડનું નામ બદલીને હિન્દ-પ્રશાંત કમાન્ડ કરી દીધુ હતું. બન્ને દેશ આ ક્ષેત્રમાં સંરક્ષણ સંબંધ અને વ્યાપારને મજબૂત કરવા પર કામ કરી રહ્યા છે.


X
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગી અને જાપાનના સંરક્ષણ પ્રધાન તારો કોને સાથે મુલાકાત કરીવડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગી અને જાપાનના સંરક્ષણ પ્રધાન તારો કોને સાથે મુલાકાત કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી