નિયમિત / ભારત સહિત માત્ર 34 દેશોએ સંયુક્ત રાષ્ટ્રની બાકીની રકમ સમયસર ચૂકવી

India among 34 UN nations to pay regular annual dues within stipulated time

  • ભારતે આ વર્ષે 31 જાન્યુઆરી સુધી યુએનની નિયમિત બેજટની ફાળવણીમાં 23.25 મિલિયન ડોલર (અંદાજે રૂ. 165 કરોડ)ની ચૂકવણી કરી
  • અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બ્રાઝીલ, ઉત્તર કોરિયા સહિત 64 દેશોએ હજી સુધી બાકીની રકમની ચૂકવણી કરી નથી

Divyabhaskar.com

Oct 09, 2019, 12:47 PM IST

ન્યૂયોર્ક: ભારત સંયુક્ત રાષ્ટ્રના તે 34 દેશોમાં સામેલ છે જેણે તેમના નિયમિત બજેટની સમયસર ચૂકવણી કરી છે. ભારતે આ વર્ષે 31 જાન્યુઆરી સુધી નિયમિત બજેટની ફાળવણીમાં 23.25 મિલિયન ડોલર (રૂ. 165 કરોડ)ની ચૂકવણી કરી છે. તે સાથે જ અન્ય 33 દેશોએ પણ સંયુક્ત રાષ્ટ્રની 30 દિવસની નક્કી કરેલી મર્યાદામાં બાકીની રકમની ચૂકવણી કરી દીધી છે.

માર્ચ 2019 સુધી શાંતિ સ્થાપના કાર્યો માટે સંયુક્ત રાષ્ટ્રના ભારત પાસે 38 મિલિયન (રૂ. 270 કરોડ) બાકી હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસએ સોમવારે ચેતવણી આપી હતી કે યુએન પાસે આ મહિનાના અંત સુધીમાં તેમના પોતાના કામકાજના સંચાલન માટે પૂરતા પૈસા નથી. આ મહિને સંયુક્ત રાષ્ટ્રને આર્થિક સંકટનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

8 ઓક્ટોબર સુધી 129 દેશોએ ચૂકવણી કરી
સંયુક્ત રાષ્ટ્રના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિને 8 ઓક્ટોબર સુધી 129 સભ્ય દેશોએ તેમના નિયમિત બજેટની પૂરતી ચુકવણી કરી છે. સભ્ય દેશોએ 2019ના નિયમત બજેટની ફાળવણી માટે 1.99 બિલિયન ડોલર (અંદાજે 14 હજાર કરોડ)ની ચૂકવણી કરી છે. જ્યારે નિયમિત બજેટ માટે 2019ની બાકીની રકમ 1.386 બિલિયન ડોલર (કૂ. 9,863 કરોડ) છે.

જોકે 64 દેશોને હજી પણ તેમની બાકી નીકળી રકમ યુએનને આપવાની બાકી છે. તેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાગેશ, બ્રાઝીલ, મધ્ય આફ્રિકા ગણરાજ્ય, ઉત્તર કોરિયા, ઈરાન, ઈઝરાયલ, મેક્સિકો, ઓમાન, ફિલિપાઈન્સ, દક્ષિણ કોરિયા, સાઉદી અરબ, શ્રીલંકા, અમેરિકા અને વેનેઝુએલા સામેલ છે.

X
India among 34 UN nations to pay regular annual dues within stipulated time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી