નિવેદન / અમેરિકામાં ભારતના રાજદૂતે કહ્યું- ટ્રમ્પે કાશ્મીર મધ્યસ્થતાનો પ્રસ્તાવ રજૂ જ નથી કર્યો

India Ambassador Harsh Vardhan Shringla Statement On Donald Trump's Jammu Kashmir offer

  • રાજદૂત હર્ષવર્ધન શૃંગલાએ કહ્યું- ટ્રમ્પ કહી ચૂક્યા છે કે, જમ્મુ-કાશ્મીર પર મધ્યસ્થતા ત્યારે જ સ્વીકાર્ય થશે જ્યારે ભારત-પાકિસ્તાન બંનેને સ્વીકાર્ય હશે
  • કલમ 370ને ખતમ કરવી ભારતનો અંગત વિષય છે, તે કોઈ સીમા કે એલઓસીનું ઉલ્લંઘન નથી

Divyabhaskar.com

Aug 13, 2019, 05:49 PM IST

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે, કાશ્મીર પર મધ્યસ્થતા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શૃંગલાએ સોમવારે આ વિશેની માહિતી આપી છે. એક અમેરિકન ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શૃંગલાએ કહ્યું છે કે, ટ્રમ્પ કહી ચૂક્યા છે, જમ્મુ-કાશ્મીર વિશે મધ્યસ્થતા ત્યારે જ સ્વીકાર્ય થશે જ્યારે ભારત અને પાકિસ્તાન બંનેને તે સ્વીકાર્ય હોય. ભારત પહેલા જ મધ્યસ્થતા નકારી ચૂક્યું છે. જોકે અમેરિકા તરફથી આવો કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી.

શૃંગલાના જણાવ્યા પ્રમાણે, અમેરિકાની દશકાઓ જૂની આ નીતિ રહી છે કે તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા નહીં કરે. જોકે અમેરિકા ભારત-પાકિસ્તાનને આ મુદ્દે પ્રોત્સાહિત જરૂર કરશે કે બંને દેશ દ્વીપક્ષીય રીતે આ મુદ્દાનો ઉકેલ લાવે.

કલમ 370 ખતમ કરવી એલઓસીનું ઉલ્લંઘન નથી

  • શૃંગલાએ એવું પણ કહ્યું કે, જમ્મુ-કાશઅમીરમાંથી કલમ 370 ખતમ કરવી તે દેશનો અંગત મુદ્દો છે. તે કોઈ સીમા અથવા આંતરરાષ્ટ્રીય નિયંત્રણ રેખાનું ઉલ્લંધન નથી. ભારતે નિયમ અંતર્ગત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવામાં આવ્યા છે.
  • અમે જોયું છે કે, છેલ્લાં 70 વર્ષથી રાજ્યમાં કલમ 370 લાગુ હોવાના કારણે કોઈ વિકાસ થયો નથી. આ જ કારણ છે કે, અમે આ નિર્ણય લીધો છે. અમે બંધારણ અંતર્ગત અસ્થાયી જોગવાઈ કરી છે. અમારો ઉદ્દેશ જમ્મુ-કાશ્મીરમાં સારી સરકાર અને સામાજિક ન્યાય વ્યવસ્થા સાબિત કરવાનો છે.

વિદેશ મંત્રી જયશંકરે ચીનમાં કહ્યું- આ અમારો અંગત વિષય
તાજેતરમાં જ ચીન મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સમકક્ષ વાંગ યી સાથે મુલાકાતમાં જમ્મુ-કાશ્મીર પર લેવામાં આવેલા નિર્ણયને આંતરિક મુદ્દો ગણાવ્યો હતો. જયશંકરે ચીનમાં કહ્યું કે, કલમ 370 ખતમ કરવાથી પાકિસ્તાન અને ચીનને લગતી સીમામાં કોઈ પરિવર્તન નહીં આવે. ભારતે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિકાસ માટે આ પગલું લીધું હતું. અમે કોઈના વિસ્તાર પર દાવો નથી કર્યો. તેમણે કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે સંબંધો સારા રહે તે માટે અમે દરેક પ્રકારના મતભેદોની યોગ્ય રીતે જોગવાઈ કરી રહ્યા છીએ.

X
India Ambassador Harsh Vardhan Shringla Statement On Donald Trump's Jammu Kashmir offer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી