ભાસ્કર વિશેષ / જાપાનમાં કાર શેરિંગ સર્વિસની લોકપ્રિયતા વધી, લાકો કાર ઉંઘવા, ગેઝેટ ચાર્જ કરવા ભાડે લે છે

Increasing popularity of car sharing services in Japan, peoples hires car to sleep, gadgets charging

  • લોકો કારમાં જ મિટિંગ-ગપશપ કરે છે, તેમને એકાંત મળે છે
  • એક કલાકના આશરે 8 ડોલર. એટલે કે 560 રૂપિયા 

Divyabhaskar.com

Jul 10, 2019, 01:33 AM IST

ટોક્યો: જાપાનમાં કાર શેરિંગ સર્વિસ ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. મતલબ કે કાર ભાડે લો અને મનમરજીથી વાપરો. ભાડું પણ ઓછું છે. એક કલાકના આશરે 8 ડોલર. એટલે કે 560 રૂપિયા. અનોખી વાત એ છે કે મોટાભાગના જાપાની ભાડાના કારનો ઉપયોગ ફરવા માટે નથી કરી રહ્યા. તેઓ કાર એક છેડે પાર્ક કરી છે અને તેમાં લાગેલા એસી અને ઓડિયો-વીડિયો સિસ્ટમનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ગેઝેટ્સ ચાર્જ કરે છે. કારમાં જ મિત્રો સાથે મીટિંગ અને ગપશપ કરે છે. મનપસંદ ફિલ્મો જુએ છે. ઘણા લોકો તો ત્રણ-ચાર કલાકની ઊંઘ પણ કારમાં જ પૂરી કરે છે. તેનું કારણ એ છે કે તેમને આ સારી સુવિધાઓ બહુ ઓછી કિંમતે મળી રહી છે અને એકાંત પણ મળી રહ્યું છે.

પોતાના મિત્રોને સાયબર કાફેને બદલે કારમાં જ મળે છે

કાર શેરિંગ સર્વિસ આપનારી ઓરિક્સ ઓટો કોર્પને ગ્રાહકોના આ વિચિત્ર વ્યવહાર અંગે જ્યારે ખબર પડી જ્યારે તેઓ ભાડાની કાર ટ્રેક કરી રહ્યા હતા. તેમણે જાણવા માગ્યું કે કાર ભાડે લઇ ગયા પછી ચલાવવામાં જ નથી આવી તો ગ્રાહકો આટલા કલાકનું ભાડુ શા માટે આપે છે? કંપનીએ પોતાના અઢી લાખથી વધુ ગ્રાહકોનો ડેટા જોયો. આવા જ પ્રકારની સેવા આપતી બીજી કંપનીઓ સાથે વાત કરી, તો જાણવા મળ્યું કે તેમને ત્યાં પણ ગ્રાહકો આવી જ રીતે વર્તી રહ્યા છે. જણાયું કે ઘણા લોકો તો કારનો ઉપયોગ અન્ય ઘણા હેતુ માટે કરી રહ્યા હતા. એક ગ્રાહકે કહ્યું કે તેને એટલી ઓછી કિંમતે કાર મળે છે કે તે પોતાના મિત્રોને સાયબર કાફેને બદલે કારમાં જ મળે છે. કારના એકાંત વાતાવરણમાં મિત્રો સાથે ગપશપ પણ થઇ જાય છે અને કારથી જ ઘરે ચેટ કરી લે છે. એક અન્ય ગ્રાહકે કહ્યું કે તેને ઓફિસેથી મળતી થોડા કલાકની રજાનો ઉપયોગ તે ભીડવાળા રેસ્ટોરન્ટમાં જવાને બદલે કારમાં જ એક ઝોકું લઇ અને લંચ લેતા વિતાવવાનું વધુ પસંદ કરે છે.

ગીત અને અંગ્રેજી શીખવા માટે પણ કાર ભાડે લે છે

ભાડે કાર આપતી કંપની ડોકોમોએ પણ જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે કેટલાક લોકો કારનો ઉપયોગ ટીવી જોવા, હેલોવીન (ભૂત બની ડરાવવા), તૈયાર થવા, ગીતો શીખવા, અંગ્રેજીમાં વાતચીત કરવા માટે કરે છે. કેટલાક તો મોઢું બનાવવા-બગાડવાની એકસરસાઇઝ માટે આ સેવાનો ઉપયોગ કરી રહ્યા છે. કારમાં તેમને આ બધી સુવિઝા મળી રહે છે અને તેમને એકાંત મળતો હોવાથી તેનો ઉપયોગ કરે છે.

X
Increasing popularity of car sharing services in Japan, peoples hires car to sleep, gadgets charging
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી