ચિંતા / સંયુક્ત રાષ્ટ્ર બદહાલીમાં, સભ્ય દેશો પર તેનું 9,227 કરોડ રૂપિયાનું લેણું

In the United Nations revenge, it debt Rs 9,227 crore to member countries

  • ભારતે યુએનના સભ્ય દેશો પર બાકી દેવા અંગે ચિંતા વ્યક્ત કરી

Divyabhaskar.com

Oct 09, 2019, 03:35 AM IST
સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્રનું પોતાના સભ્ય દેશો પર આશરે 9,227 કરોડ રૂપિયાનું લેણું છે. જ્યારે ચાલુ વર્ષમાં માત્ર ત્રણ મહિના બચ્યા છે. યુએનમાં ભારતના સ્થાયી મિશન સચિવ મહેશ કુમારે કહ્યું કે આ મહત્વપૂર્ણ સમયે અને કોઇ પણ પૂર્વ શરત વિના દેવું ચૂકવવું સભ્ય દેશોની જવાબદારી છે. છેલ્લા કેટલાક સત્રના પ્રસ્તાવિત સુધારાને સમિતિએ મંજૂરી આપી છે. મહાસચિવ ગુન્ટરેસે કહ્યું હતું કે યુએન આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. ઓક્ટોબરના અંત સુધી તેના કામકાજ અને કર્મચારીઓને પગાર આપવા માટે પણ બજેટ નથી.
યુએનમાં ભારતનો પાક. પર પ્રહાર, મહિલા હકોને હથિયાર ના બનાવો
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મહિલા અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો. તેના પર યુએનમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પોલોમી ત્રિપાઠીએ કહ્યું જે દેશમાં સન્માનના નામે મહિલાઓના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે તે ભારત અંગે પાયાવિહોણા નિવેદન કરી રહ્યો છે. આજે એક પ્રતિનિધિમંડળે મારા દેશના આંતરિક મામલે અયોગ્ય સંદર્ભ આપી એજન્ડાનું રાજકારણ કરવાની કોશિશ કરી. મહિલાઓના સશક્તીકરણ માટે કામ કરો. રાજકીય લાભ માટે કોઇ મુદ્દાને હથિયાર ન બનાવો.
X
In the United Nations revenge, it debt Rs 9,227 crore to member countries
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી