તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • In The Province With A Population Of 8 Crores Only 17, While Half Of The Population In Gujarat Is Poor One And Half Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 કરોડની વસતીવાળા પ્રાંતમાં માત્ર 17, જ્યારે ગુજરાતમાં એટલી વસતીમાં અધધ દોઢ કરોડ ગરીબ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીને વિકાસના કામો કરી અંતરિયાળ વિસ્તારોના ગરીબોનું જીવનસ્તર સુધાર્યું - Divya Bhaskar
ચીને વિકાસના કામો કરી અંતરિયાળ વિસ્તારોના ગરીબોનું જીવનસ્તર સુધાર્યું
 • અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સુવિધા આપી ચીને ગરીબોનું જીવનસ્તર સુધાર્યું

બેઇજિંગઃ ગરીબી સામે ઝઝૂમી રહેલા વિશ્વભરના દેશોને ચીનના એક પ્રાંતે ચોંકાવી દીધા છે. જિઆંગઝુ પ્રાંતે દાવો કર્યો છે કે તેની 8 કરોડની વસતીમાં હવે માત્ર 17 ગરીબો બચ્યા છે. આ દાવા અંગે ઘણા લોકોએ સવાલ ઊઠાવ્યા. સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઇ ગઇ. પરંતુ સરકારનો દાવો છે કે પ્રાંતના 2.54 કરોડ ગરીબ લોકોમાંથી 99.9 ટકાને ગરીબીમાંથી બહાર કાઢી લેવાયા છે. બીજી બાજુ આશરે આટલી જ વસતી (7.33 કરોડ)વાળા મધ્યપ્રદેશમાં નીતિ આયોગના તાજેતરના રિપોર્ટ મુજબ આશરે અઢી કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવન વિતાવી રહ્યા છે. જ્યારે 6.9 કરોડની વસતીવાળા ગુજરાતમાં રાજ્ય સરકાર મુજબ 1.5 કરોડ લોકો ગરીબ રેખાની નીચે છે.

2020ના અંત સુધી દેશમાંથી ગરીબી નાબૂદ કરવાનું લક્ષ્ય
વાસ્તવમાં જિઆંગ્ઝુ ચીનના સૌથી સમૃદ્ધ પ્રાંતોમાંથી એક છે. તે દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પછી મોટી વસતીવાળો બીજો પ્રાંત છે. અહીં વાર્ષિક 6000 યુઆન (આશરે 61000 રૂપિયા)થી ઓછી કમાણીને અત્યંત ગરીબીમાં માનવામાં આવે છે. સરકારે કહ્યું કે આ વિશ્વ બેન્કની ગરીબીની એક દિવસની કમાણીની પરિભાષા 1.90 ડોલર (આશરે 134 રૂપિયા)થી વધુ છે. 2020ના અંત સુધી દેશમાંથી ગરીબી નાબુદીના લક્ષ્ય પર કામ કરી રહેલા ચીને ઘણા પગલાં લીધા છે. 

80 કરોડની ગરીબી દૂર થઈ
આંકડાઓની માનીએ તો 6 વર્ષ પહેલાં ચીનમાં 9.89 કરોડ ગરીબ લોકો હતા. ગત વર્ષે તે 1.66 કરોડ રહી ગયાં. સરકારનો દાવો છે કે પૂર્વ ચીનના 9 પ્રાંતમાં રાષ્ટ્રીય માપદંડના હિસાબે કોઇ ગરીબ નથી. આંકડા કહે છે કે 1949માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના પછીથી વૈશ્વિક ગરીબીમાં 70 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરનારા 80 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢી લેવાયા છે.

ગરીબી નાબૂદીના વખાણવાલાયક પ્રયાસ

 • પંચવર્ષીય યોજના બનાવી.
 • ગરીબોને ખાદ્ય સુરક્ષા, વસ્ત્રો, જરૂરી શિક્ષણ, મૂળભૂત આરોગ્ય દેખરેખ, ઘર ઉપલબ્ધ કરાવ્યા.
 • અંતરિયાળ, સાધનવિહોણા વિસ્તારોને દેશ સાથે જોડવા માટે આધારભૂત સંરચનામાં મોટું રોકાણ કર્યું.
 • સેવાઓ, બજારો અને અન્ય વિકલ્પો સુધી સારી પહોંચ બનાવી.
 • 2019માં 1278 કરોડ રૂપિયા (18 બિલિયન ડોલર) રોકાણ કર્યું.
 • 2017 સુધી 7.78 લાખ સિવિલ સર્વેન્ટને ગામોમાં મોકલ્યા. તેમણે જીવનસ્તર સુધારવામાં મદદ કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો