પાકિસ્તાન / કાશ્મીર પર ઈમરાન બોલ્યા- આરએસએસની વિચારધારાથી ડરું છું, કાશ્મીરનો નરસંહાર હિટલરથી પ્રેરિત

Imran speaks on Kashmir - I'm afraid of RSS ideology, Kashmir genocide inspired by Hitler

  • ઈમરાને કહ્યું- કાશ્મીરમાં કર્ફ્યૂ અને પોલીસની કાર્યવાહી આરએસએસની વિચારધારાને દર્શાવે છે
  • રામ માધવે જવાબ આપ્યો- વિશ્વને પાકિસ્તાનના આતંકવાદથી ખતરો છે ભારતથી નહીં
  • ઈમરાને કહ્યું- હિન્દુને શ્રેષ્ઠ કહેવાવાળી વિચારધારા હિટલરશાહીનું બીજુ સંસ્કરણ

Divyabhaskar.com

Aug 11, 2019, 08:03 PM IST

ઈસ્લામાબાદ: જમ્મૂ-કાશ્મીરમાં અનુચ્છેદ 370ને નિષ્પ્રભાવી કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે વિકસિત કરવાના નિર્ણય પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાને ખાને મોદી સરકાર પર ટિપ્પણી કરી છે. ઈમરાને રવિવારે ટ્વિટ કર્યું, - કાશ્મીરમાં કર્ફ્યૂ, પોલીસની કાર્યવાહી અને જનસંહારની પરિસ્થિતિ આરએસએસની વિચારધારાને દર્શાવે છે અને તે હિટલરની નાઝી વિચારધારાથી પ્રેરિત છે. ભારત કાશ્મીરની ડેમોગ્રાફી(વસ્તીશાસ્ત્ર)ને બદલવાની કોશિષ કરી રહ્યું છે. શું દુનિયા આ જોતી રહેશે, જેવું હિટલરે જર્મનીના મ્યુનિકમાં કર્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ 31 ઓક્ટોબરથી પ્રભાવી થઇ જશે.

પાકિસ્તાન બઘવાઇ ગયું છે- રામ માધવ

ઈમરાનના ટ્વિટને રિટ્વિટ કરીને ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યું, ''આનાથી સ્પષ્ટ છે કે દુનિયાભરમાં આતંકવાદને પ્રોત્સાહિત કરનાર પાકિસ્તાન રઘવાઇ ગયું છે. પાકિસ્તાનથી નિકળતો આતંકવાદ વિશ્વ માટે પડકાર છે, તેમને ભારતથી કોઇ ખતરો નથી. અમે ઝીણાના બે રાષ્ટ્ર અને શેખ અબ્દુલ્લાના ત્રણ રાષ્ટ્રના સિદ્ધાંતને ખતમ કર્યો . શું ઈમરાન પાકિસ્તાનમાં ધાર્મિક ફાસીવાદને ખતમ કરશે ?'

ઈમરાને કહ્યું- આરએસએસની વિચારધારાથી ડર્યો છું

ત્યારબાદ પાક પીએમએ એક વધુ ટ્વિટ કર્યં, ''હું હિન્દુઓને શ્રેષ્ઠ કહેનારી રાષ્ટ્રીય સવ્યંસેવક સંઘ(આરએસએસ)ની વિચારધારાથી ડરેલો છું. આ વિચારધારા નાઝી આર્યનની શ્રેષ્ઠતા સમાન છે. જો કાશ્મીરમાં તેને રોકવામાં ન આવી તો તેનાથી ભારતમાં મુસ્લિમો પ્રત્યે અત્યાચાર વધશે અને પાકિસ્તાનને નિશાન બનાવવામાં આવશે. હિન્દુને શ્રેષ્ઠ કહેવાની વિચારધારા હિટલરશાહીનું બીજૂ સંસ્કરણ છે. ''

યુદ્ધ થયું તો લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું-ઈમરાન

મંગળવારે ઈમરાને કહ્યું હતું, ''મોદી સરકારે તેમના દેશ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કાશ્મીરમાં જે પણ કરવામાં આવ્યું તે વંશીય વિચારધારાથી પ્રેરિત હતું. જો યુદ્ધ થયું તો લોહીના છેલ્લા ટીપા સુધી લડતા રહીશું. ''

ભારતે પાકિસ્તાનને સમીક્ષા કરવાનું કહ્યું હતું

જમ્મૂ-કાશ્મીર પર ભારતના નિર્ણય બાદ પાકિસ્તાને રાજકીય સંબંધોમાં કમી કરી અને ભારત વિરોધી નિર્ણયો લીધા હતા. વ્યવસાયિક સંબંધ સંપૂર્ણ રીતે ખતમ કરવાની ઘોષણા કરી. સમજૌતા એક્સપ્રેસના તેમજ દિલ્હી-લાહોર બસ સેવા પણ રદ્દ કરી દીધી હતી. પાકિસ્તાને આ નિર્ણયોની સમીક્ષા કરવા કહ્યું હતું.

X
Imran speaks on Kashmir - I'm afraid of RSS ideology, Kashmir genocide inspired by Hitler
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી