તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક તંગીથી બદહાલી, પ્રાઇવેટની જગ્યાએ કોમર્શિયલ ફ્લાઇટમાં યૂએસ જશે ઇમરાન ખાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇસ્લામાબાદ:પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન તેમના પહેલા અમિરકાના પ્રવાસે જવા રવાના થયા છે. દેશમાં આર્થિક સ્થિતિ ખૂબજ કંગાળ હાલતમાં હોવાથી તેઓ પ્રાઇવેટ વિમાનની જગ્યાએ કોમર્શિયલ ફ્લાઇટથી અમેરિકા જઈ રહ્યા છે. ખાનના વિશેષ સહાયક નઈમ ઉલે અગાઉ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તેઓ કતાર એરવેઝથી અમેરિકા જશે.


ઇમરાન ખાન  22 જુલાઇના વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ ત્રણ દિવસની યાત્રા દરમિયાન તેઓ અમેરિકી કોંગ્રેસના પ્રમુખ નેતાઓ, કોર્પોરેટ નેતાઓ તેમજ પાકિસ્તાની સમુદાયના લોકોને મળશે તેવો કાર્યક્રમ છે.

આ પહેલા પણ એવા સમાચાર આવ્યા હતા કે ઇમરાન ખાન અમેરિકાના પ્રવાસ દરમિયાન કોઇ મોંઘી હોટલમાં રોકાવાની જગ્યાએ અમેરિકામાં પાકિસ્તાની રાજદૂતના સત્તાવાર દૂતાવાસમાં રહેશે. પાક મીડિયા પ્રમાણે રાજદૂત અસદ મજીદ ખાનના આવાસ પર રોકાઇને આ યાત્રમાં થતો ખર્ચો ઘટાડી શકાય છે

હાફિઝ સઇદ પર ખાનાપૂર્તી નહીં, કડક પગલા ઉઠાવવામાં આવે

અમેરિકાના આ પ્રવાસ પહેલા ઇમરાન ખાનને એક ઝાટકો લાગ્યો છે. અમેરિકાએ કડક શબ્દોમાં કહ્યું છે કે લશ્કર-એ-તૈયબા અને અલકાયદાના આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાન કડક અને નિર્ણાયક કાર્યવાહી કરે. આવુ ન કરવા પર તેની સુરક્ષા સહાયતા પર લાગેલો અમેરિકાનો પ્રતિબંધ યથાવત રહેશે.

હકીકતમાં પાકિસ્તાને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફીઝ સઈદની ધરપકડ કરી અમેરિકાને ખુશ કરવાની કોશિષ તો બહુ કરી પરંતુ આ કાર્યવાહીથી અમેરિકા સંતુષ્ટ નથી.ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી 2018માં પાકિસ્તાનને મળેલી સુરક્ષા સહાયતા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...