કાર્યવાહી / પાકિસ્તાનમાં ઈમરાન સરકારની મોટી કાર્યવાહી, જરદારી બાદ પણ ઘણા વિપક્ષી નેતાઓની ધરપકડ કરી

Imran government's biggest prosecution in Pakistan; many unlawful leaders arrested after giradhi
X
Imran government's biggest prosecution in Pakistan; many unlawful leaders arrested after giradhi

 • શરીફ પરિવારના સભ્યો સામે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના પુરાવા મળ્યા છે
 • શરીફ પરિવારના સભ્યોની વિરુદ્ધ આ પહેલો કેસઃ PTI પ્રમુખ 
   

Divyabhaskar.com

Jun 11, 2019, 03:45 PM IST

ઈસ્લામાબાદઃ  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન આસિફ અલી જરદારીની ધરપકડના એક દિવસ બાદ NABએ મોટી કાર્યવાહી કરી છે. મંગળવારે NABએ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના ઉપાધ્યક્ષ હમઝા શહબાઝની ધરપકડ કરી છે અને તેમને લાહોર લાવવામાં આવ્યા છે. હમઝાને NAB બુધવારે કોર્ટમાં રજુ કરશે. શહબાઝે ધરપકડ અંગે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીકે ઈન્સાફ પર નિશાન સાધ્યુ અને કહ્યું કે તેની પાર્ટીના ઈશારા પર જ ધરપકડ કરવામાં આવી રહી છે. 

શરીફ પરિવાર વિરુદ્ધ મળ્યા પુરાવાઓ

 • પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન કહી ચુક્યા છે કે તેમની સરકારને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પરિવારના સભ્યો સામે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના પુરાવા મળ્યા છે, જેના આધારે તેમના પર આગામી દિવસોમાં કેસ દાખલ કરવામાં આવશે. 
 • PTI પ્રમુખે કહ્યું કે, શરીફ પરિવારના સભ્યોની વિરુદ્ધ આ પહેલો કેસ હશે, જે PTI સરકાર તરફથી દાખલ કરવામાં આવશે. ઈમરાન ખાને પાકિસ્તાનમાં સંકટના કારણે મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના મામલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, શરીફ પરિવારના સભ્યો કોથળીઓમાં પૈસા ભરીને દુબઈમાં તેમના લોકો દ્વારા સફેદ કરાવવા માગે છે. 
 • પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના મામલામાં ડિસેમ્બરમાં સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ મામલમાં શરીફના દીકરાના નામ વાળી સાઉદી અરબની કંપની અલ-અજીજિયા સ્ટીલ મિલ્સએ જણાવી શકી ન હતી કે તેમની પાસે આટલું ધન ક્યાંથી આવ્યું. બાદમાં સુપ્રીમ કોર્ટે માર્ચમાં શરીફને ખરાબ સ્વાસ્થ્યના કારણે 6 સપ્તાહના જામીન મંજૂર કર્યા હતા. 
 • આ પહેલા જુલાઈ 2018માં પાકિસ્તાનના ભ્રષ્ટાચાર સંબંધી શીર્ષ સંગઠન નેશનલ એકાઉન્ટીબિલીટી બ્યૂરોના જજે પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન રહી ચુકેલા નવાઝ શરીફને ભ્રષ્ટાચારના જ મામલમાં 10 વર્ષની કેદની સજા સંભાળાવી હતી. આ કેસમાં તેમની દીકરી મરિયમ નવાઝને કોર્ટે સાત વર્ષની કેદની સજા સંભળાવી હતી. 
   
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી