ભારતનો આર્થિક વૃદ્ધિદર અંદાજ કરતા વધુ નબળો, નાણાકીય વર્ષ 2019-20માં 7% રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આંકડા પ્રમાણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધી દર 7 વર્ષની નીચી સપાટીએ 5 ટકા રહ્યો હતો, ગયા વર્ષે આ ક્વાર્ટરમાં 8 ટકા હતો
  • આઈએમએફના પ્રવક્તાએ ભારતીય અર્થવ્યવસ્થાની નબળાઈ પર ચિંતા વ્યક્ત કરી

વોશિંગ્ટન: ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ કહ્યું છે કે, કોર્પોરેટ અને પર્યાવરણ નિયામકની અનિશ્ચિતતાઓ, અમુક નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓની નબળાઈના કારણે ભારતનો આર્થિક વૃદ્ધી દર અંદાજ કરતા વધારે નબળો છે. ગુરુવારે આઈએમએફએ આર્થિક વૃદ્ધી દરના અંદાજમાં 0.3 ટકાનો ઘટાડો કરીને નાણાકીય વર્ષ 2019-20માં 7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
આઈએમએફના પ્રવક્તા ગેરી રાઈસે ભારતીય અર્થવ્યવસ્થાની નબળાઈ પર ચિંતા વ્યક્ત કરતાં નવા આંકડા રજૂ કરવાની વાત કરી છે. સરકારી આંકડા પ્રમાણે એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધી દર સાત વર્ષની સૌથી નીચી સપાટીએ 5 ટકા જોવા મળ્યો છે. જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં આ સ્તર 8 ટકા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 માટે આર્થિક વૃદ્ધી દર 7.2 ટકા રહેશે
આઈએમએફના શરૂઆતના રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2021 માટે આર્થિક વૃદ્ધી દરનો અંદાજ 7.2 ટકા રાખવામાં આવ્યો છે. આ પહેલાં આ અંદાજ 7.5 ટકાનો રાખવામાં આવ્યો હતો. સ્ટેસ્ટિક વિભાગના જણાવ્યા પ્રમાણે મેન્યુફેક્ચરિંગ અને કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાના કારણે દેશમાં મંદીની અસર જોવા મલી રહી છે. આ પહેલાં નાણાકીય વર્ષ 2012-13માં એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં સૌથી ઓછો આર્થિક વૃદ્ધી દર જોવા મળ્યો હતો. ગ્રાહકોની માંગ અને ખાનગી રોકાણ ઓછું હોવાના કારણે આ સત્ર 4.9 ટકા રહ્યો છે.

ટ્રેડ વોરે વૈશ્વિક અર્થવ્યવસ્થાને નબળી કરી દીધી
ગેરી રાઈસે કહ્યું છે કે, અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોરએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ખૂબ મોટો ઝટકો આપ્યો છે. તેનાથી વૈશ્વિક જીડીપીમાં આવતા વર્ષે 0.8 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લા એક દશકાના આર્થિક સંકટ દરમિયાન સમગ્ર દુનિયામાં મેન્યુફેક્ચરિંગ સ્તર પર મંદી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, અમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઘટાડો નોંધ્યો છે. આ પ્રકારની સ્થિતિ વૈશ્વિક આર્થિક મંદી વખતે પણ જોવા નહતી મળી.
 

અન્ય સમાચારો પણ છે...