ચીન / હુવાવેના ફાઉન્ડરે કહ્યું- ટ્રેડ વોરમાં મારી દીકરી બાર્ગેનિંગ ચિપ બની ગઇ, આ ગૌરવની વાત

હુવાવેના ફાઉન્ડર રેન ઝેંગફે અને તેમની દીકરી મેંગ વાંગઝૂ
હુવાવેના ફાઉન્ડર રેન ઝેંગફે અને તેમની દીકરી મેંગ વાંગઝૂ
X
હુવાવેના ફાઉન્ડર રેન ઝેંગફે અને તેમની દીકરી મેંગ વાંગઝૂહુવાવેના ફાઉન્ડર રેન ઝેંગફે અને તેમની દીકરી મેંગ વાંગઝૂ

  • ફાઉન્ડર રેન ઝેંગફેની દીકરીની અમેરિકાના કહેવા પર કેનેડાએ ગત વર્ષે ધરપકડ કરી હતી
  • ઝેંગફેની દીકરી મેંગ વાંગઝૂ હુવાવેની સીએફઓ છે, અમેરિકાનો આરોપ- હુવાવેએ ટ્રેડ સિક્રેટ ચોર્યા
  • અમેરિકા-ચીન વચ્ચે ગત વર્ષે માર્ચથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે, અમેરિકા હુવાવેને બેન કરી ચૂક્યું છે

Divyabhaskar.com

Dec 02, 2019, 04:54 PM IST
શેનઝેન(ચીન): હુવાવેના ફાઉન્ડર અને સીઇઓ રેન ઝેંગફેનું કહેવું છે કે તેમની દીકરી મેંગ વાંગઝૂ અમેરિકા-ચીનના ટ્રેડ વોરમાં બાર્ગેનિંગ ચિપ(સોદો કરવાનો રસ્તો) બની ગઇ એ ગર્વની વાત છે. ઝેંગફેએ કહ્યું કે મેંગ જે મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહી છે તેનાથી તે મજબૂત બનશે. તેની ગ્રોથ માટે પણ આ સારું રહેશે. તે બે મોટી તાકાતોના ઝઘડામાં ફસાઇ ગયેલી કીડી જેવી છે. ઝેંગફેએ અમેરિકન મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં આવુ કહ્યું. મેંગ હુવાવેની સીએફઓ છે. અમેરિકાના કહેવા પર ગત વર્ષે ડિસેમ્બરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે અત્યારે જામીન પર છે પરંતુ નજરકેદમાં છે. 

મુશ્કેલ સમયમાં દીકરી સાથે સંબંધ વધુ મજબૂત થયો: ઝેંગફે

ઝેંગફેએ જણાવ્યું- દીકરીનો મોટાભાગનો સમય ચિત્રકળા અને અભ્યાસમાં પસાર થઇ રહ્યો છે. તેની મા અને પતિ મળવા માટે કેનેડા જતા હોય છે. મુશ્કેલ પરિસ્થિતિમાં દીકરી સાથે મારો સંબંધ વધુ મજબૂત થઇ ગયો. પહેલાની સરખામણીએ અત્યારે વધારે ચેટ થવા લાગી છે. તે મને મજેદાર કહાણીઓ મોકલતી રહે છે. જ્યારે પહેલા હાલત એવી હતી કે વર્ષ સુધી તેનો કોઇ કોલ કે મેસેજ આવતો ન હતો. 


અમેરિકાએ મેંગ અને હુવાવે પર બેન્ક ફ્રોડ, ટ્રેડ સિક્રેટ ચોરવા અને ઈરાન પર પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપ લગાવ્યા છે. તે મેંગના પ્રત્યાર્પણની કોશિષમાં છે. આ મામલામાં કેનેડાની કોર્ટમાં સુનવણી થવાની બાકી છે. જોકે મેંગ અને હુવાવે અમેરિકાના આરોપને નકારી ચૂક્યા છે. મેંગ અમેરિકાની પ્રત્યાર્પણની અપીલને આગામી મહિને પડકારશે.

મેંગની ધરપકડ બાદ અમેરિકા-ચીન વચ્ચે ટેન્શન વધી ગયું. અમેરિકાએ આ વર્ષે હુવાવે પર પ્રતિબંધ પણ લગાવી દીધા હતા. અમેરિકાનું કહેવું છે કે હુવાવેના ઉત્પાદોથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. અમેરિકાને લાગે છે કે હુવાવેના ફાઉન્ડર ઝેંગફે ચીન સરકાર સાથે ખૂબ નજીક છે તેથી તેમની કંપની જાસૂસી કરી શકે છે. જોકે ઝેંગફે અને હુવાવે અમેરિકાના દરેક આરોપને ફગાવી ચૂક્યા છે. હુવાવે દુનિયાની બીજી સૌથી મોટી સ્માર્ટફોન કંપની પણ છે. 
 

આ મહિનાના અંતમાં અમેરિકા-ચીન વચ્ચે પહેલા તબક્કાની ટ્રેડ ડીલ થઇ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનામાં કહ્યું હતું કે ચીન સાથે થયેલી વાતચીતમાં હુવાવેને પણ સામેલ કરી શકાય છે.
 


રેન ઝેંગફે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની નજીક છે. તેઓ 20 વર્ષ સુધી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીમાં હતા. રિપોર્ટ્સ પ્રમાણે તેમણે સેનાના ટેક્નોલોજી ડિવીઝનમાં કામ કર્યું હતું. રેને 1987માં હુવાવેની શરૂઆત કરી હતી. તેઓ તેમની દીકરી મેંગને ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરી રહ્યા છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી