તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી ભારતીય સમુદાયના 50 હજાર લોકોને સંબોધિત કરશે, ટ્રમ્પ 30 મિનિટની સ્પીચ આપી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વાર કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિ એવા કાર્યક્રમમાં સામેલ થશે, જેને બીજા દેશના વડાપ્રધાન સંબોધિત કરતા હોય
  • ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના 60થી વધુ મોટા નેતા કાર્યક્રમમાં આવશે

હ્યુસ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં સામેલ થવા માટે સાત દિવસના પ્રવાસે શનિવારે અમેરિકા  પહોંચ્યા છે. તેઓ આજે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારતીય સમુદાયના 50 હજાર લોકોને સંબોધિત કરશે. એવું પ્રથમ વાર બનશે, જ્યારે કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિ એવા કાર્યક્રમમાં સામેલ થશે, જેમાં બીજા દેશના વડાપ્રધાન સંબોધિત કરી રહ્યા હોય. ડોનાલ્ડ ટ્રમ્પ  આ દરમિયાન 30 મિનિટ સુધી ભારત સાથેના સંબધો પર બોલી શકે છે.


કાર્યક્રમ હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં થશે, જેનું આયોજન ટેક્સાસ ઈન્ડિયા ફોરમે કર્યું છે. સ્થાનિક સમય અનુસાર કાર્યક્રમ સવારે 10 વાગે (ભારતીય સમયઅનુસાર રાતે 8.30 વાગે) શરૂ થશે અને બપોરે 1 વાગે(ભારતીય સમયઅનુસાર રાતે 11.30 વાગે) ખત્મ થશે. ટ્રમ્પ અને મોદીના સંબોધન સિવાય કાર્યક્રમમાં એન્ટરટેન્ટમેન્ટ શો વૂવન પણ રહેશે. તેમાં 400 સિંગર અને ડાન્સર રજૂઆત કરશે. તેમાં ભારતીય-અમેરિકન સુમદાયના લોકોના અનુભવ પણ બાયોગ્રાફિકલ વીડિયો ક્લિપ્સ દ્વારા રજૂ કરવામાં આવશે.

નક્લી કાશ્મીરી કરી શકે છે વિરોધ


હ્યુસ્ટનમાં રહેનાર કેટલાક લોકોનો દાવો છે કે મોદીના કાર્યક્રમ વિરુદ્ધ પ્રદર્શન કરવા કેટલાક ખાલિસ્તાની અને નકલી કાશ્મીરી સમુહ બનાવીને આવી શકે છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, કેટલાક પાકિસ્તાની સમર્થકોએ વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર દ્વારા કાર્યક્રમને લઈને નફરત ફેલાવનારા મેસેજ વાયરલ કરવાનું શરૂ કર્યું છે. 
ભારતીય સમુદાયના જણાવ્યા પ્રમાણે, ત્યાં કેટલાક લોકો પોતાને કાશ્મીરના હોવાનું જણાવીને હાઉડી  મોદી ઈવેન્ટનો વિરોધ કરી રહ્યાં છે. જોકે તેઓ વાસ્તવિક રીતે કાશ્મીરના મૂળ નિવાસી નથી. તેઓ કાશ્મીરની ભાષા પણ બોલતા નથી. આ ગ્રુપ પાકિસ્તાનના કેટલાક પ્રતિનિધિઓનું છે, જે વિશ્વ સમક્ષ જૂઠ રજૂ કરવા માંગે છે.

મતભેદ છતાં ભારત-અમેરિકા સાથે


ભાજપના વિદેશ વિભાગના ઈનચાર્જ વિજય ચોથાઈવાલેના જણાવ્યા પ્રમાણે, ભારત અને અમેરિકા વચ્ચે કેટલાક મામલાઓમાં મતભેદ છે, જેમ કે ટેરિફને લઈને ટ્રેડ મામલામાં કેટલાક વિવાદ છે. ભારત રશિયા પાસેથી હથિયાર ખરીદે છે, તે પણ એક વાંધો છે. આ તમામ મામલાઓને ભૂલીને ટ્રમ્પ મોદીના કાર્યક્રમમાં આવશે, તેનાથી વિશ્વને એ સંદેશો મળશે કે કેટલાક મામલાઓમાં મતભેદ હોઈ શકે છે. જોકે તેનાથી ભારત-અમેરિકાની દોસ્તીમાં કોઈ જ ફરક પડશે નહિ અને બંને દેશો દરેક ક્ષેત્રમાં એક-બીજાની સાથે છે.

60 રાજ્યોમાંથી ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ ક્રાયક્રમમાં આવશે


ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના 60થી વધુ મોટા નેતાઓ આ કાર્યક્રમમાં આવશે. તેમાં લો મેકર, કોંગ્રેસમેન અને ગવર્નર સામેલ થશે. ચોથાઈવાલા જણાવે છે કે અહીં ભારતીય સમુદાયનું ખેંચાણ બંને પાર્ટીઓ તરફ છે. ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ હોવાને કારણે અમે આમંત્રણ મોકલ્યું છે. અમે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન, બંને પાર્ટીઓના ઘણાં કોંગ્રેસમેનને આમંત્રિત કર્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ થઈ શકે છે વિરોધ પ્રદર્શન


સમુહ હ્યુસ્ટન બાદ ન્યુયોર્કમાં પણ મોદીના વિરોધ માટે પહોંચી શકે છે. અહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક થનાર છે. ન્યુયોર્ક સિટી પોલીસના જણાવ્યા મુજબ, મોદી-વિરોધી રેલી માટે ત્રણ સમુહે પરવાનગી માંગી છે. તેમાં પાકિસ્તાનના સમર્થન વાળી એક સંસ્થા પણ સામેલ છે. પોલિસના જણાવ્યા મુજબ, આ પ્રદર્શનોમાં 7 હજાર લોકો એકત્રિત થઈ શકે છે.