તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ષ 1973થી અત્યાર સુધીમાં ગેરસમજને લીધે થયેલા મિસાઈલ હુમલાનો 7 નાગરિક વિમાન ભોગ બન્યા, 1,230 લોકોએ જીવ ગુમાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાએ જુલાઈ 1988માં ઈરાનનું વિમાન ભૂલથી તોડી પાડતા 101.80 મિલિયન ડોલરનું વળતર આપ્યું હતું
  • ઈઝરાયલે વર્ષ 1973માં તેના લશ્કરી થાણા પાસેથી પસાર થતા આરબ એરલાઈનના વિમાનને તોડી પાડ્યું હતું

ઈન્ટરનેશનલ ડેસ્કઃ સતત ઈન્કાર કર્યા બાદ છેવટે ઈરાને સ્વીકાર કર્યો છે કે તેના શસસ્ત્ર દળે ભૂલથી યુક્રેઈનના એરલાઈનના એક વિમાનને તેહરાન નજીક તોડી પાડ્યું હતું.  આ અગાઉ ઈરાનના નાગરિક ઉડ્ડયનના વડાએ ઈરાને મિસાઈલ હુમલામાં આ પ્લેન તોડી પાડ્યું હોવાનો ઈન્કાર કર્યો હતો. ઈરાનની આ ભૂલને લીધે બોઈંગ 737માં સવાર આશરે 176 લોકોએ જીવ ગુમાવ્યો  હતો.વિમાનમાં જે 176 લોકો માર્યા ગયા હતા તેમાં 15 બાળકોનો સમાવેશ થતો હતો. ઈરાનના 82, કેનેડાના 63 અને યુક્રેઈનના 11, સ્વીડનના 10, અફઘાનિસ્તાનના ચાર, બ્રિટનના 3 તથા જર્મનીના 3 નાગરિકનો સમાવેશ થતો હતો. આ અગાઉ છેલ્લા ચાર દાયકામાં મિસાઈલ વડે નાગરિક વિમાનોને ભૂલથી કે ગેરસમજને લીધે ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવી અનેક ઘટનાઓ બની છે.

યુક્રેન, 298 નાગરિકોના મોત
મલેશિયન એરલાઈનની ફ્લાઈટ MH17 એમસ્ટરડેમથી કુલા લુમપુર જઈ રહી હતી ત્યારે તેના રુટ ઉપર ઉત્તરી યુક્રેનમાં બળવાખોરોએ આ વિમાનને તોડી પાડ્યું હતું. 17,જુલાઈ,2014માં બનેલી આ ઘટનામાં આશરે 300 યાત્રીના મોત થયા હતા. મૃતકોમાં 193 ડચ નાગરિકોનો સમાવેશ થતો હતો. યુક્રેનના પૂર્વ ભાગ પર નિયંત્રણ મેળવવા લડાઈ કરી રહેલા કિઈવ સત્તાવાળાઓ અને રશિયા સમર્થિત અલગતાવાદી બળવાખોરોએ આ મિસાઈલ છોડવા અંગે એકબીજા પર આરોપ લગાવ્યો હતો.

કાળો સમુદ્ર (બ્લેક સી)
4થી ઓક્ટોબર,2001ના રોજ બનેલી ઘટનામાં 78 લોકોના મોત નિપજ્યા હતા. આ પૈકી મોટાભાગના ઈઝરાયલના નાગરિકો હતા. યુક્રેઈનની એક મિસાઈલ વિમાનને ટાર્ગેટ બનાવી ભૂલથી છોડવામાં આવતા આ ઘટના બની હતી, જે અંગે બાદમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો અને ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સિબેરિયા એરલાઈન્સ ટુપોલેવ ટુ-154 તેલ અવિવથી નોવોસિબિર્સ્ક જવા ઉડ્ડાન માર્ગ પર હતું ત્યારે કાળા સમુદ્ર પર આ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું.

સોમાલિયા
બેલારુશની એરલાઈનનું ઈયુશિન-II-76 કાર્ગો વિમાન સોમાલિયાની રાજધાની મોગાદિશુથી ઉડ્ડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ એક રોકેડ દાગીને તોડી પાડવામાં આવ્યું હતું.  આ વિમાન 23મી માર્ચ,2007ના રોજ તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટનામાં 11 એન્જીનિયર-ટેકનિશિયનોના મોત થયા હતા. આ વિમાનમાં બેલારુશના એન્જીનિયર અને ટેકનિસિયનોને તેમના દેશમાં તે સમય અગાઉ એક મિસાઈલથી નુકસાન પામેલા અન્ય પ્લેનના મરામત કામ માટે લઈ જવામાં આવી રહ્યા હતા.

ખાડી દેશ
ઈરાન એરનું એરબેસ A-300 3જી જુલાઈ 1988ના રોજ ઈરાનના બંદર અબ્બાસથી યુનાઈટેડ આરબ અમિરાતના દુબઈ જઈ રહ્યું હતું ત્યારે ખાડીમાં ઈરાનની જળ સીમામાં અમેરિકી કાફલાએ હોરમુઝમાં પેટ્રોલિંગ કરતી વખતે ભૂલથી વિમાન પર લડાકુ વિમાન સમજીને બે મિસાઈલ દાગી હતી. આ વિમાની અકસ્માતમાં 290 નાગરિકોના મોત થયા હતા.  અમેરિકાએ આ ઘટનાને લીધે વળતરરૂપે ઈરાનને 101.80 મિલિયન ડોલરની ચુકવણી કરી હતી.

સખાલિન,
1લી સપ્ટેમ્બર,1983ના દિવસે કોરિયન એર (બાદમાં કોરિયન એર લાઈન્સ તરીકે ઓળખાય છે)ની બોઈંગ 747 વિમાનને દિશા બદલ્યા બાદ સખાલિન ટાપુ પરથી પસાર થતા સોવિયેતના લડાકુ વિમાનોના એક કાફલાએ તોડી પાડ્યું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 269 લોકોના મોત થયા હતા. સોવિયેતના અધિકારીઓને પાંચ દિવસ પછી જાણ થઈ હતી કે તેમણે સાઉથ કોરિયન પ્લેનને તોડી પાડ્યું હતું.

સિનાઈ ડેઝર્ટ (રણપ્રદેશ)
લિબિયન આરબ એરલાઈન બોઇંગ 727નું એક વિમાન 21મી ફેબ્રુઆરી,1973ના રોજ ત્રિપોલીથી કેરો જઈ રહ્યું હતું ત્યારે સિનાઈ ડેઝર્ટ  પરથી પસાર થતી વખતે ઈઝરાયના લડાકુ વિમાનોએ તેને તોડી પાડ્યું હતું. આ વિમાનમાં સવાર 112 પૈકી 108 લોકોના મોત થયા હતા. આ વિમાન ઈઝરાયલના સિનાઈમાં આવેલ લશ્કરી થાણા પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ઈઝરાયલે તેને લેન્ડિંગ કરવા આદેશ કર્યો હતો, જેનો ઈન્કાર કરવામાં આવતા ઈઝરાયલે આ વિમાન તોડી પાડ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો