અમેરિકા / મૈનહટનની 54 માળની ઈમારત પર હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું મોત

  • શહેરની વચ્ચે આવેલી ઈમારત પર લેન્ડ કરતી વખતે દુર્ઘટના ઘટી 
  • હેલિકોપ્ટર ક્રેશ બાદ ઈમારતમાં હાજર તમામ લોકોને બહાર કઢાયા હતા 

Divyabhaskar.com

Jun 11, 2019, 12:46 PM IST

ન્યૂયોર્કઃ અમેરિકાના મૈનહટન શહેરમાં એક 54 માળની ઈમારત પર સોમવારે સાંજે લેન્ડિગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું હતું. ન્યૂયોર્કના ગવર્નર એંડ્ર્યૂ કુઓમોએ જણાવ્યું કે ઓગસ્ટા A-109E હેલિકોપ્ટરને કટોકટીની પરિસ્થિતીમાં ઈમારતની છત પર લેન્ડ કરાઈ રહ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી. ઈમારતમાં હાજર તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ગવર્નર કુઓમો અને મેયર બિલ ડી બ્લાસિયોએ દુર્ઘટનામાં ઈમારતમાં હાજર એક પણ વ્યક્તિ ઘાયલ ન થયા હોવાની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું કે, લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હેલિકોપ્ટરને છત પર ઉતરતા દરમિયાન તેમા આગ લાગી ગઈ હતી. જો કે ફાયર કર્મીઓએ તેની પર કાબુ મેળવી લીધો હતો.

ન્યૂયોર્ક સિટી ફાયર વિભાગે ટ્વીટ કરીને ઘટનાની જાણકારી આપીઃ

હવામાન ખરાબ હોવાના કારણે દુર્ઘટના ઘટીઃ તપાસ પોલીસ અધિકારી પ્રમાણે, દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરે મૈનહટનના પૂર્વ વિસ્તારથી ઉડાન ભરી હતી. શહેરનું હવામાન ખરાબ હતું. પાયલટે હવામાન સ્વચ્છ થવા માટે રાહ ન જોઈ અને ઉડાન ભરી લીધી હતી. થોડી વારમાં બેટરી પાર્ક વિસ્તારમાં હેલિકોપ્ટર અનિયંત્રિત થયું અને સેવંથ એવન્યૂ વિસ્તારમાં સ્થિત એક બિલ્ડિંગની 54મી ઈમારત પર આવીને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી