તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Heavy Snowfall Ravages Southern States, Killing 11; More Than 1200 Flight Cancellations And Thousands Of Home made Lightning Bolts

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારે હિમવર્ષા અને વાવાઝોડાથી દક્ષિણના રાજ્યો ચપેટમાં, 11ના મોત; 1200થી વધુ ફ્લાઇટ કેન્સલ અને હજારો ઘરમાં વીજળી ઠપ્પ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સાસ , ઓકાહોમા, શિકાગો, લુસિયાના સહિત ઘણા રાજ્યોમાં ભારે હિમવર્ષા સાથે પૂર અને વાવાઝોડું
  • ઓકાહોમા અને અરકંસાસમાં પૂરના લીધે ઘણા હાઇવે બંધ, શિકાગોમાં બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ પ્રભાવિત

વોશિંગટન: અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં ભારે હિમવર્ષા, વાવાઝોડા અને વરસાદના લીધે પૂર આવવાથી 11 લોકોનું મોત થયું હતું. ન્યૂઝ એજન્સી પ્રમાણે વાવાઝોડાની સૌથી વધારે અસર ટેક્સાસ, ઓકાહોમા, શિકાગો અને ડલાસ રાજ્યમાં છે. અહીં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ બની ગઇ છે. શિકાગો ડિપાર્ટમેન્ટ ઓફ એવિએશન પ્રમાણે શિકાગોના બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 1200થી વધુ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. બીજી તરફ ઓકાહોમા અને અરકંસાસમાં પૂરના લીધે ઘણા હાઇવે બંધ કરવામાં આવ્યા છે. 
એજન્સી પ્રમાણે, ટેક્સાસમાં શનિવારે એક પોલીસ અધિકારી અને એક બચાવકર્મીનું મોત થયું હતું. ઓકાહોમામાં પૂરના પાણીમાં ડૂબવાથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. લુસિયાનામાં એક ઘર પડી જવાથી વૃદ્ધ દંપતિનું મોત થયું હતું જ્યારે લોવામાં એક ટ્રક પલટી જવાથી એક વ્યક્તિનો જીવ ગયો હતો. ટેક્સાસમાં વીજ પુરવઠો ઠપ્પ થવાથી હજારો લોકો તેમનું ઘર છોડીને ઓહિયો જતા રહ્યા હતાં. અલબામામાં લગભગ 85 હજાર લોકો અત્યારે વીજળી વિના રહેવા માટે મજબૂર છે. વાવાઝોડું એટલું તીવ્ર છે કે તેના કારણે મિસૌરી, ઓકાહોમા અને અરકંસાસમાં ઘણા ઝાડ ઉખડી ગયા હતા અને ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું છે. 

નેશનલ વેધર સર્વિસે 218 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફુંકાવાની ચેતવણી આપી
નેશનલ વેધર સર્વિસે શનિવારે અરકંસાસ, ટેનેસી, મિસિસિપી, મિસૌરી, ઇલિનોઇસ અને ઇન્ડિયાના પ્રાંતમાં ભારે વરસાદ બાદ પૂરની ચેતવણી જાહેર કરી છે. શિકાગોમાં પણ પૂરની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ ઉત્તર-પશ્વિમી ઇલિનોઇસની આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા સાથે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારમાં 218 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વાવાઝોડું ત્રાટકવાની આશંકા જાહેર કરાઇ છે. ઉત્તરી ઇલિનોઇસ અને શિકાગોમાં રવિવારે વિન્ટર વેધર એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી. તેમાં રવિવારે ત્રણ વાગ્યા સુધી બરફના વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી હતી. 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો