હવામાન / દુબઈમાં ભારે વરસાદના કારણે એરપોર્ટના રનવે પર પાણી ભરાયા, એર ઈન્ડિયાની ફ્લાઈટને રનવેથી પાર્કિંગ સુધી પહોંચવામાં 5 કલાક લાગ્યા

  • દુબઈમાં વરસાદથી અમદાવાદ આવતી ફ્લાઈટ 10 કલાક લેટ 
  • એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, દુબઈ જનારી 4 ફ્લાઈટ્સ કેન્સલ થઈ 
  • એક ફ્લાઈટ AI-937 દુબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ શકી ન હતી,બાદમાં તેને ડાયવર્ટ કરી દેવાઈ હતી 

Divyabhaskar.com

Jan 13, 2020, 03:16 AM IST

દુબઈઃ સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં સમગ્ર દિવસ દરમિયાન એર સર્વિસ બંધ રહી હતી. વરસાદના કારણે એરપોર્ટના તમામ રનવે પર પાણી ભરાયા હતા. જેનાથી અહીંયા આવનારી ઘણી ફ્લાઈટ્સને રણ રદ કરવી પડી હતી અન્ય ફ્લાઈટ્સને બીજા એરપોર્ટ્સ પર પણ ડાયવર્ટ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયાની ચેન્નાઈ- દુબઈ ફ્લાઈટ AI-905 શનિવારે દુબઈ એરપોર્ટમાં લેન્ડ થવા છતા પાણી ભરાવાના કારણે રનવેથી પાર્કિંગ સુધી પહોંચી શકી ન હતી.આ ઉપરાંત કેલીકટથી દુબઈ જનારી ફ્લાઈટ AI-937 એરપોર્ટ પર ઉતરી શકી ન હતી.

એર ઈન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, શનિવારે ભારે વરસાદના અનુમાનના કારણે AI-995/996(દિલ્હી-દુબઈ-દિલ્હી),AI983/984(મુંબઈ-દુબઈ-મુંબઈ), AI951/952(હૈદરાબાદ-દુબઈ-હૈદરાબાદ) અને AI908/906 (ચેન્નાઈ-દુબઈ-ચેન્નાઈ)કેન્સલ કરાઈ હતી.

સોશયલ મીડિયા પર વાઈરલ થયેલા એરપોર્ટ રનવેનો ફોટો-વીડિયો
દુબઈમાં ભારે વરસાદના ઘણા ફોટો અને વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થયા હતા. જેમાંથી એક વીડિયોમાં દુબઈ એરપોર્ટના રનવે પર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. દુબઈ એરપોર્ટે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ઘણી ફ્લાઈટ્સ મોડેથી રવાના થઈ રહી છે. રવિવારે પણ ભારે અણસારના કારણે આગામી 24 કલાક સુધી ફ્લાઈટ્સ મોડી પડવાનો સિલસિલો યથાવત રહેશે. યાત્રીઓ સીધો એરલાઈન્સનો સંપર્ક કરીને સમયસર એરપોર્ટ પહોંચ્યા હતા.

દુબઈમાં વરસાદથી અમદાવાદ આવતી ફ્લાઈટ 10 કલાક લેટ
દુબઇમાં ભારે વરસાદથી રન વે પર પાણી ભરાઇ જવાને કારણે દુબઇ અને ગલ્ફ દેશોમાંથી અમદાવાદ આ‌વતી ફ્લાઇટો 10 કલાક સુધી મોડી પડી હતી. વિવિધ એરલાઈન્સની કુલ 26 ફ્લાઈટ 1 કલાકથી 10 કલાક સુધી મોડી પડી હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી