ચૂકાદો / પાકિસ્તાનની કોર્ટે હાફીઝ સઈદને ટેરર ફન્ડીંગ કેસમાં 5 વર્ષની સજા ફટકારી

આતંકવાદી હાફીઝ સઈદની ફાઇલ તસવીર
આતંકવાદી હાફીઝ સઈદની ફાઇલ તસવીર

  • હાફીઝ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે, પાકિસ્તાનમાં તેના પર કાર્યવાહીના નામે નાટક થાય છે

Divyabhaskar.com

Feb 12, 2020, 04:27 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્ક: આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફીઝ સઈદને લાહોરની કોર્ટે 5 વર્ષની કેદ તેમજ 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેના વિરુદ્ધ લાહોર અને ગુજરાંવાલાના કાઉન્ટર ટેરરિઝમ (CTD) ડિપાર્ટમેન્ટે કેસ ફાઇલ કર્યા હતા. આ કેસને લાહોર હાઇ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હાફીઝની ધરપકડ ગત વર્ષે જુલાઇમાં થઇ હતી જ્યારે તે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો. તે પહેલા 23 FIR તેના સંગઠનના અલગ અલગ નેતાઓ વિરુદ્ધ થઇ ચૂકી હતી.

CTD પ્રમાણે જમાત ઉદ દાવા NGO તેમજ અલગ અલગ ટ્રસ્ટ દ્વારા પૈસા ઉઘરાવીને તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને ફન્ડિંગમાં કરતું હતું. અલ અનાફ ટ્રસ્ટ, દાવાતુલ ઇર્શાદ ટ્રસ્ટ, મુઆઝ બિન જબાલ ટ્રસ્ટ જેવા ઘણા ટ્રસ્ટ બનાવી રાખ્યા હતા. આ બધા NGOને ગત વર્ષે એપ્રિલમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા કારણ કે CTDને તપાસમાં એ માહિતી મળી હતી કે તેઓ જમાત ઉદ દાવાને પૈસા મોકલે છે. આ રીતે હાફીઝ પર અલગ અલગ 29 કેસ છે જેમાં ટેરર ફન્ડીંગ, મની લોન્ડ્રીંગ તેમજ ગેરકાયદે જમીન દબાણ કરવાનો પણ સમાવેશ થાય છે.

કોણ છે હાફીઝ?
મુંબઇમાં 2008-09માં હાફીઝ સઈદે આતંકવાદી હુમલો કરાવ્યો હતો. આ પહેલાં 2001માં ભારતીય સંસદ પર હુમલામાં પણ તેનું ષડયંત્ર હતું. ત્યારબાદ 2006માં મુંબઇની ટ્રેનોમાં આતંકવાદી હુમલા પણ તેણે કરાવ્યા હતા. ભારતને આ રીતે આતંકવાદી પ્રવૃત્તિઓથી લોહીલુહાણ કરવું તેમજ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન કરવી તે હાફિઝ સઈદનું કામ રહે છે. આતંકવાદી સંગઠન જમાત-ઉદ્-દાવાનો તે ચીફ છે જેને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે. 2008માં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે તેના પર પ્રતિબંધ મૂક્યા છે. તેમજ 2009માં ઇન્ટરપોલે તેના નામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી હતી.

X
આતંકવાદી હાફીઝ સઈદની ફાઇલ તસવીરઆતંકવાદી હાફીઝ સઈદની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી