પાકિસ્તાન / પ્રતિબંધ હોવા છતા હાફિઝ ભારતમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યો છે, બીજા સંગઠનોથી હાથ મિલાવ્યો

Hafiz conspiring to attack India, joins hands with other terror organisations

  • પ્રતિબંધના કારણે હાફિઝનું સંગઠન જમાત-ઉદ-દાવા પ્રત્યક્ષ રૂપે કામ નથી કરી રહ્યું
  • એફએટીએફની ચેતવણી બાદ પાકિસ્તાને આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરી
  • એફએટીએફે કહ્યું હતું- આતંકવાદીઓ પર કાર્યવાહી ન કરી તો પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી શકાય છે

Divyabhaskar.com

Aug 12, 2019, 05:54 PM IST

ઈસ્લામાબાદ: મુંબઈ હુમલાના મુખ્ય આરોપી હાફિઝ સઈદના સંગઠન જમાત ઉદ દાવા પર પાકિસ્તાને પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ હાફિઝે ભારત અને અન્ય સ્થાનો પર આતંકવાદી ગતિવિધિઓને સંચાલિત કરવા માટે બીજા આતંકી સંગઠનો સાથે હાથ મિલાવ્યો છે. ગુપ્ત જાણકારી પ્રમાણે લશ્કર-એ-તૈયબાના સહયોગી સંગઠન જમાત-ઉદ-દાવા ટેરર ફંડીંગ અને મની લોન્ડ્રિંગ કરવા માટે અન્ય સંગઠનોથી હાથ મિલાવીને કામ કરી રહ્યું છે.

તાજેતરમાં જ ગુજરાંવાલ પોલીસે ટેરર ફંડીગના આરોપમાં હાફિઝ મોહમ્મદ સઈદની ધરપકડ કરી હતી. પેરિસની નાણાકીય દેખરેખ રાખતી સંસ્થા ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની ચેતવણી બાદ આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. એફએટીએફે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો તેને બ્લેકલિસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. આવુ કરવાનો મતલબ એ કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક લડાઇમાં સહયોગ નથી કરી રહ્યું. જો પાકિસ્તાન બ્લેકલિસ્ટમાં સામેલ થઇ જાય તો તેને આઇએમએફ, વિશ્વ બેન્ક, એડીબી, ઈયૂ જેવી વૈશ્વિક સંસ્થાઓ પાસેથી નાણકીય મદદ મળવામાં મુશ્કેલી થઇ જશે.

2018માં પાકિસ્તાન બીજી વખત ગ્રે લિસ્ટમાં પહોંચ્યું

એફએટીએફે જૂન 2018માં બીજી વખત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરી દીધું હતું. આ પહેલા તેને 2012માં ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યું હતું. પાકિસ્તાન પર આરોપ હતો કે તે આતંકવાદીઓને નાણાકીય મદદ દેવા અને મની લોન્ડ્રીગ માટે તેની જમીનનો ઉપયોગ કર્યો હતો.

હાફિઝની ધરપકડ એક ઢોંગ- પૂર્વ પાકિસ્તાની રાજદૂત

પાકિસ્તાનના પૂર્વ રાજદૂત વાજિદ શમસુલ હસને હાફિઝની ધરપકડને એક ઢોંગ કહ્યો હતો. તેમણે પાછલા મહિને કહ્યું હતું કે ઈમરાનની વોશિન્ગ્ટન યાત્રા પહેલા કરવામાં આવેલી આ કાર્યવાહી માત્ર અમેરિકાને ખુશ કરવા માટે થઇ છે. આ પહેલા પણ 8 વખત હાફિઝની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કોઇ કડક કાર્યવાહી થઇ નથી.

આંતરરાષ્ટ્રીય દબાણ બાદ પાકિસ્તાને કાર્યવાહી કરી હતી

આંતરરાષ્ટ્રીય દબાણ બાદ પાકિસ્તાને જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તૈયબા અને ફલાહ-એ-ઇન્સાનિયત વિરુદ્થ તપાસ શરુ કરી હતી. પંજાબ પોલીસે માર્ચમાં જણાવ્યું હતું કે સરકારે જમાતના 160 મદરેસા, 32 સ્કૂલ, બે કોલેજ, ચાર હોસ્ટેલ, 178 એમ્બ્યુલન્સ અને 153 ડિસ્પેન્સરીને સીઝ કર્યા હતા. પાક અધિકારીઓએ જણાવ્યું હતું કે જમાત-ઉદ-દાવા અંતર્ગત 300 મદરેસા, સ્કૂલ, હોસ્પિટલ, એક પબ્લિશીંગ હાઉસ અને એમ્બ્યુલન્સ સર્વિસ સામેલ છે.

અમેરિકાએ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો

રિપોર્ટ પ્રમાણે સઈદના સંગઠન જમાત-ઉદ-દાવાને લશ્કર-એ-તૈયબાનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે. 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ સઈદ જ છે. અમેરિકાએ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. તેના પર 10 મિલિયન અમેરિકન ડોલરના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે.

X
Hafiz conspiring to attack India, joins hands with other terror organisations
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી