જર્મની / બંદૂકધારીએ યહૂદી પ્રાર્થના સ્થળની બહાર 2 લોકોની હત્યા કરી, માથા પર લગાવેલા કેમેરાથી લાઈવ સ્ટ્રીમિંગ કર્યું

Gunman kills 2 people outside a Jewish synagogue, streaming live with a camera on the head

  • આ ઘટના જર્મનીના પૂર્વ શહેર હાલેમાં બની હતી, હુમલાખોર પ્રાર્થના સ્થળમાં લોકોની હત્યા કરવા માંગતો હતો 
  • વીડિયોમાં તેને યહૂદીઓને દુનિયાની સમસ્યાઓનું કારણ ગણાવ્યા છે, દર્શકો પાસે માફી માંગી હતી
  • પોલીસે કહ્યું કે, બંદૂકધારીએ ન્યૂઝીલેન્ડે ક્રાઈસ્ટચર્ચમાં કરાયેલા હુમલા જેવી જ રીત અપનાવી 

Divyabhaskar.com

Oct 10, 2019, 01:14 PM IST

બર્લિનઃ જર્મનીના પૂર્વ શહેરમાં તાજેતરમાં જ બંદૂકધારીએ ફાયરિંગ કરીને બુધવારે બે લોકોની હત્યા કરી નાંખી છે. આ ઘટના યહૂદી પ્રાર્થના સ્થળની બહાર થઈ હતી. આ બંદૂકધારી લોકોની હત્યા કરવા માટે અંદર ઘુસવા માંગતો હતો, પરંતુ આવું કરવામાં તે સફળ થઈ શક્યો ન હતો. તેને પ્રાર્થના સ્થળના ગેટ પર જ ગોળીબાર શરૂ કરી દીધો હતો, તે વખતે 80 યહૂદી શ્રદ્ધાળુઓ અંદર હાજર હતા. બંદૂકધારીએ આ હુમલાનો વીડિયો બનાવવા માટે તેના માથા પર કેમેરો પણ લગાવીને રાખ્યો હતો.

તેને વીડિયો ગેમિંગ પ્લેટફોર્મ ટિવટ્ચ(Twitch)પર લાઈવ કર્યો હતો, જો કે થોડા સમય બાદ તેને હટાવી લેવાયો હતો. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હુમલાને યૂરોપમાં યહુદી વિરોધી ભાવનાનું વધુ એક ઉદાહરણ જાહેર કરી દીધું હતું.

જર્મનીના સુરક્ષા અધિકારીઓના કહ્યાં પ્રમાણે, તેમણે એક શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી છે. તેમની ઓળખાણ 27 વર્ષીય બેનડ્રોફ તરીકે થઈ હતી. ધાર્મિક સ્થળ પર હુમલાની આ રીત ક્રાઈસ્ટચર્ચ(ન્યૂઝીલેન્ડ) જેવી જ છે. ન્યૂઝીલેન્ડમાં 28 વર્ષના બ્રેન્ટન ટોરેન્ટે મસ્જિદોમાં અંધાધુંધ ફાયરિંગ કરીને 51 લોકોની હત્યા કરી દીધી હતી. તેને માથે કેમેરો લગાવીને આખી ઘટનાનું ફેસબુક પર લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. ત્યારબાદ ફેસબુકને ઘણી ટિકાઓનો સામનો કરવો પડ્યો હતો.

હુમલાખોરોએ કહ્યું- યહૂદીઓની સમસ્યાનું કારણ
ચરમપંથનો અભ્યાસ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાના એક વીડિયો ને અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટે ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો છે. અંદાજે 35 મિનિટના આ વીડિયોમાં લીલા રંગનું જેકેટ પહેરેલા હુમલાખોરે પોતાનું નામ એનોન જણાવ્યું હતું.તેને દુનિયાની સમસ્યાઓની યાદી બનાવી હતી. તેણે વારં વાર સોગંદ ખાધા અને દર્શકોની માફી પણ માંગી હતી. હુમલાખોરોએ કહ્યું કે, યહૂદી તમામ સમસ્યાઓનું કારણ છે. ત્યારબાદ તેણે શ્રદ્ધાળુઓથી ભરેલા યહૂદી પ્રાર્થના સ્થળમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રાર્થના સ્થળના સુરક્ષાકર્મીએ ગેટ બંધ કરી દીધો હતો. હુમલો નિષ્ફળ નિવડતા આ હુમલાખોરે બહાર ઊભેલી એક મહિલા સહિત બે લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

જર્મનીના મંત્રીએ કહ્યું- યહૂદી વિરોધી વિચાર સામે લડવું પડશે
જર્મનીના વિદેસ મંત્રી હાઈકો માસે ટ્વીટ કર્યું કે, આપણે આપણા દેશમાં યહૂદી વિરોધીઓ સામે લડવું પડશે. હુમલામાં જીવ ગુમાવનારા અને ઘાયલ લોકો પ્રત્યે મારી સંવેદનાઓ છે. કપરા સમયમાં પોલીસે પણ સારી કામગીરી કરી છે. હુમલા બાદ ચાંસલર મર્કેલ બર્લિનમાં એક યહૂદી પ્રાર્થના સ્થળ ખાતે પહોંચી અને લોકો સાથે મુલાકાત કરી હતી. બીજી બાજુ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હુમલાને યુરોપમાં યહૂદી વિરોધી ભાવનાનું વધું એક ઉદાહરણ જાહેર કરી દીધું હતું.

X
Gunman kills 2 people outside a Jewish synagogue, streaming live with a camera on the head
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી