તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Gulalai New Face Of Human Rights War In Pakistan, Had To Leave The Country To Speak Out Against The Army

ગુલાલાઈ પાકિસ્તાનમાં માનવાધિકારોની લડાઇનો નવો ચહેરો, સેના વિરુદ્ધ બોલવા પર દેશ છોડવો પડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુલાલાઈ ઈસ્માઇલે મે મહિનામાં ફેસબુક પોસ્ટમાં પાકિસ્તાની સૈનિકો પર મહિલાઓ સાથે અત્યાચારના આરોપ લગાવ્યા હતા
  • ગુલાલાઇ વિરુદ્ધ રાજદ્રોહની ફરિયાદ દાખલ થવા પર પાકિસ્તાન છોડવું પડ્યું હતું

ન્યૂયોર્ક: પાકિસ્તાનથી ગમે તેમ કરીને બહાર નિકળવામાં સફળ રહેલી મહિલા અધિકાર કાર્યકર્તા ગુલાલાઈ ઇસ્માઇલ અત્યારે અમેરિકામાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શનનો ચહેરો બની ગઇ છે. તે સંયુક્ત રાષ્ટ્રમાં રાજકીય શરણાર્થી તરીકે રહેવા માટે મંજૂરી માગી રહી છે. ગત શુક્રવારે તે ન્યૂયોર્કના રસ્તાઓ પર પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ થતા અત્યાચારના વિરોધમાં પ્રદર્શન કરતી જોવા મળી હતી. મહિના પહેલા તે ન્યૂયોર્ક પહોંચી હતી. 
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને શુક્રવારના જ્યારે UNમાં સંબોધન કર્યું , ત્યારે ગુલાલાઈ તે હેડક્વાર્ટર બહાર મુહાઝિર, પશ્તૂન, બલોચ, સિંધી અને અન્ય અલ્પસંખ્યક સમુદાયના લોકો સાથે પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહી હતી. 
ગુલાલાઈએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે આતંકવાદને ખતમ કરવાના નામ પર પાકિસ્તાનમાં નિર્દોષ પશ્તૂનોની હત્યા કરવામાં આવે છે. સેનાએ ટોર્ચર સેલમાં હજારો લોકોને કેદમાં રાખ્યા છે. તેમણે કહ્યું કે અમારી માંગ છે કે પાક સેના દ્વારા થતું માનવાધિકાર ઉલ્લંઘન તરત બંધ કરવામાં આવે . ટોર્ચર સેલમાં બંધ લોકોને છોડવામાં આવે. 
ગુલાલાઈએ કહ્યું- જો અણે સેનાના અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવીએ તો અમારા પર આતંકવાદનો આરોપ લગાવવામાં આવે છે. ખૈબર પખ્તૂનખ્વામાં પાકિસ્તાની સૈન્ય સંસ્થાનોની તાનાશાહી છે. દુનિયામાં પશ્તૂનો વિશે ખોટી અવધારણા છે. પશ્તૂન યુદ્ધ પીડિત છે અને અમેરિકામાં રહીને હું તેમના હક માટે અવાજ ઉઠાવીશ.

ગુલાલાઈના માતા-પિતા પર ખોટા મામલા દાખલ કરવામાં આવ્યા
ગુલાલાઈએ કહ્યું- પાકિસ્તાની સરકારે મારા વિરુદ્ધ દરેક મશીનરીનો દુરુપયોગ કર્યો જેથી મારો અવાજ દબાવીને પ્રતાડિત કરી શકે. તેમણે મારા પરિવાર પર દબાણ બનાવ્યું કે તેઓ મારા વિરુદ્ધ થઇ જાય. તેમ છતા મારો પરિવાર મારી સાથે ઉભો રહ્યો. મને પ્રતાડિત કરવા માટે મારા માતા-પિતા પર ખોટા આરોપ લગાવ્યા.

સેના વિરુદ્ધ પોસ્ટ લખવા પર મુશ્કેલીઓ વધી હતી
ગુલાલાઈએ મે મહિનામાં ફેસબુક અને ટ્વિટર પોસ્ટમાં મહિલાઓ સાથે પાકિસ્તાની સૈનિકો દ્વારા થતા દુષ્કર્મ અને અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ગુલાલાઇ પર રાજદ્રોહની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં મુશ્કેલી વધવાથી ગુલાલાઈ તેના મિત્રોની મદદથી શ્રીલંકા પહોંચી અને અહીંથી અમેરિકાની દિશા પકડી. અત્યારે તે ન્યૂયોર્કના બ્રુકલિનમાં બહેન સાથે રહે છે. 

અન્ય સમાચારો પણ છે...