બ્રિટેન / નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવાવાળાને વધુ વીજળી પેદા કરવાના પૈસા ચુકવશે સરકાર

Government will pay the money to generate more electricity for people using renewable energy

  • નવી નીતિ પ્રમાણે, 1લી જાન્યુઆરી 2020થી તમામ વીજ કંપનીઓ ગ્રાહકો પાસેથી વીજળી લઈ શકશે
  • બ્રિટિશ સરકારના કહ્યાં પ્રમાણે, આ લોકોને કમાણીનો સ્ત્રોત મળી રહેશે, સાથે જ પર્યાવરણને પણ બચાવી શકાશે

Divyabhaskar.com

Jun 10, 2019, 01:22 PM IST

લંડનઃ બ્રિટિશ સરકારે દેશમાં નવીનીકરણીય ઉર્જા (રિન્યૂએબલ એનર્જી)નો ઉપયોગ વધારવા માટે એક નવી સ્કીન લોન્ચ કરશે. જે અંતર્ગત તે ઘરમાં વીજળી પેદા કરવા માટે અક્ષય સ્ત્રોત લાગેલા હશે, જો તેઓ વીજળી નેશનલ ગ્રિડમાં આપશે તો સરકાર તેમને આ માટે પૈસા ચુકવશે. બ્રિટનમાં અંદાજે 8 લાખ ઘરોમાં સોલર પેનલ લાગેલા છે. જે અંતર્ગત નવીનીકરણીય ઉર્જા પરિવારો માટે કમાણીનો સ્ત્રોત પણ બની જશે.

મોટા ભાગની સ્વસ્છ ઉર્જા અન્યોના કામમાં આવશેઃ સાથે જ બ્રિટનની વીજળી સપ્લાયર કંપની ઓક્ટોપસના સીઈઓ ગ્રેગ જેક્સને કહ્યું કે, જો સોલર પેનલ અને બેટરી વાળા ઘરો વીજળી એકઠી કરવાની સાથે તેમને જો જરૂર જણાય ત્યારે ગ્રિડ આપશે તો કદાચ આવનારા સમયમાં તેમણે વીજળીનું બિલ ચુકવવાની જરૂર નહીં પડે અને મોટા ભાગની વીજળી અન્ય લોકોના કામમાં આવી શકશે.

ઉર્જા વિભાગ પ્રમાણે, સરકાર આ સ્કીમને તમામ વીજ ઉત્પાદકો માટે 1 જાન્યુઆરી 2020થી લાગુ કરી દેશે. જેથી એવા કોઈ પણ ઘર જે 5 મેગાવોટથી વધારે અક્ષય ઉર્જા પેદા કરશે તે વીજ કંપનીઓને ઉર્જા આપી શકશે.

X
Government will pay the money to generate more electricity for people using renewable energy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી