સરકારે નાગરિકો માટે નૈતિકતા નિર્દેશ જાહેર કર્યો, બાળકોના ઉછેર કરવાથી લઇ રજાઓ કેવી રીતે વિતાવવી તે અંગે જણાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ - ફાઇલ તસવીર
  • સરકારે લોકોને ચીની ભાવના, ચીની મૂલ્યો અને ચીની તાકાતનો પ્રચાર કરવા માટે કહ્યું
  • નાગરિકોને સંવિધાનમાં સામેલ રાષ્ટ્રપતિ શી જિનપિંગના વિચાર વાંચવા સલાહ આપી

બિજિંગઃ ચીનની કમ્યુનિસ્ટ સરકારે પોતાના નાગરિકો માટે નૈતિકતાના નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે લોકોને આદર્શ નાગરિક બનવા માટે શું કરવું જોઇએ. સરકારે નાગરિકોને બાળકોના ઉછેરથી માંડીને રજાઓ કેવી રીતે વિતાવવી તથા કપડાં પહેરવાની સાચી રીત જણાવી છે. ગાઇડલાઇન મુજબ, નવા સમયમાં નૈતિકતાને આત્મસાત કરવા માટે નાગરિકોએ ઇમાનદાર અને વિનમ્ર બનવું જોઇએ. આ સિવાય જમતી વખતે, કોઇ ગેમ જોઇ રહ્યાં હોય ત્યારે અને વિદેશી પ્રવાસ વખતે દેશનું સન્માન જળવાય રહે તે માટે સભ્ય વર્તન કરવા જણાવ્યું છે. 
સરકારે લોકોને પારંપારિક મૂલ્યોનું પાલન જેમકે, દાન કરવું, વચન નિભાવવું, સકારાત્મક વાતોને ઓનલાઇન પ્રોત્સાહન આપવું અને દેશભક્તિની ભાવનાને મજબૂત કરવા સલાહ આપી છે. આ નવા નિર્દેશોમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના સિદ્ધાંતોનો પ્રભાવ જોવા મળે છે. લોકોને ચીની ભાવના, ચીની મૂલ્ય અને ચીની તાકાતનો પ્રચાર કરવા માટે જણાવવામાં આવ્યું છે.

નાગરિકોને શી થોટ્સ વાંચવાની સલાહ આપી
નાગરિકોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીના માર્ગદર્શક સિદ્ધાંતોનું અધ્યયન કરે. ખાસ કરીને શી થોટ્સ કે, જેને વર્ષ 2017માં ચીનના સંવિધાનમાં સામેલ કરવામાં આવ્યા હતા. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે 2001માં જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં મહાન નેતા માઓત્સે તુંગથી લઇને દેંગ શિયાઓપિંગના સંદર્ભો હટાવી દેવામાં આવ્યાં હતા. એટલે કે, શી જિનપિંગ તેમનાથી પણ મોટા વ્યક્તિ બની ગયાં છે.

અસભ્ય વર્તન રોકવા માટે કાયદો લાગૂ કર્યો
ચીનમાં મંગળવારે અસભ્ય વર્તન રોકવા કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત સબ-વેમાં ખાવું-પીવું, સ્પીકર પર મ્યૂઝિક વગાડવું વગેરે ગુનો ગણાશે. નિયમોનું પાલન નહીં કરે તો દંડ કરવામાં આવશે. હાલ તો દંડની રકમ અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ એક્સપર્ટનું માનવું છે કે આની અસર દેશના લોકોની જીવનશૈલી પર પડશે.