જર્મની / સરકારની પહેલ: બાળકોને રસીકરણ ન કરાવ્યું તો માતા-પિતાને 2 લાખ રૂપિયાનો દંડ થશે

Germany government backs mandatory vaccinations for all schoolchildren

  • જર્મન સરકારે સંસદમાં આના માટે બિલ રજૂ કર્યું 
  • નિયમ બન્યા બાદ પેરેન્ટ્સે બાળકોનાં રસીકરણનું સર્ટિફિકેટ સ્કૂલમાં આપવાનું રહેશે 
  • જર્મનીમાં અત્યારે મિઝલ્સ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે, આના વાયરસ હવાથી ફેલાઈ છે  

Divyabhaskar.com

Jul 20, 2019, 01:09 PM IST

મ્યુનિખ: જર્મનીની સરકારે બાળકોની સુરક્ષા માટે એક પહેલ કરી છે. ચાન્સેલર એન્જેલા મર્કેલની સરકારે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે. તે અંતર્ગત બાળકોનું સ્કૂલમાં એડમિશન કરાવતાં પહેલાં માતાપિતાએ તેમનું રસીકરણ કરાવવું જરૂરી છે. આવું ન થવા પર પેરેન્ટ્સને 2500 યુરો એટલે કે અંદાજે 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

જો સંસદમાં આ બિલ પાસ થઇ જાય તો એડમિશન દરમ્યાન માતાપિતાએ બાળકોનું વેક્સિનેશન સર્ટિફિકેટ સ્કૂલમાં આપવાનું રહેશે. ત્યારબાદ જ બાળકોને સ્કૂલ જવાની પરવાનગી આપવામાં આવશે. જર્મનીના સ્વાસ્થ્ય મંત્રી જેન્સ સ્પાહનના જણાવ્યા મુજબ, સરકારનો લક્ષ્ય બાળકોને ઘાતક બીમારીથી બચાવવાનો છે.

મિઝલ્સ બીમારીને લઈને સરકાર ગંભીર
મૂળ વાત એમ છે કે, યુરોપમાં બાળકોમાં મિઝલ્સ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. જર્મનીમાં પરિસ્થિતિ ગંભીર છે. ગયા વર્ષે માર્ચથી લઈને આ વર્ષના ફેબ્રુઆરી સુધી જર્મનીમાં મિઝલ્સના 651 કેસ સામે આવ્યા. પરંતુ ત્યારબાદ 4 મહિનામાં મિઝલ્સના 429 કેસ સામે આવ્યા. એટલે કે જર્મનીમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે. મિઝલ્સ એક માણસથી બીજામાં હવા મારફતે ફેલાઈ છે. આ બીમારીને કારણે બાળકોને તાવ, કફ અને સોજો આવી જવા જેવી સમસ્યા થાય છે.

ઈટલીમાં પણ ફરજીયાત રસીકરણનો નિયમ લાગૂ
આ પહેલાં ઈટલી સરકારે પણ દેશમાં રસીકરણને અનિવાર્ય કર્યું હતું. સરકારે માતાપિતાને ચેતવણી આપી હતી કે, જો બાળકોનું રસીકરણ નહીં કરાવ્યું તો તેમને સ્કૂલ નહીં મોકલવામાં આવે. જો રસીકરણ વગરના બાળકો સ્કૂલમાં મળ્યા તો તેમનાં માતાપિતાને 500 યુરો (અંદાજે 40 હજાર રૂપિયા) દંડ ભરવો પડશે.

X
Germany government backs mandatory vaccinations for all schoolchildren
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી