તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન ઈરાકમાં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીને 3 જાન્યુઆરીએ ઠાર માર્યો હતો. ત્યારબાદ ઈરાને ઈરાક સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બન્ને દેશોમાં તણાવ છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા હંમેશાથી નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખવાની વાત કહી ચુક્યા છે. ઈરાન-અમેરિકા સંબંધ, ઈરાનના ખાડી દેશોના સંબંધ અંગે કીર્તિવર્ધન મિશ્રએ ઈરાનમાં અમેરિકન મામલાઓના જાણકાર અને રાજકીય વિશ્લેષક મોહમ્મદ મરાંડી સાથે વાત કરી હતી.
સવાલઃ મીડિયા રિપોર્ટ્સમાં અત્યાર સુધી જનરલ સુલેમાની ઘણી નકારાત્મક છાપ ઊભી થઈ હતી; આ એવી હતી જાણે એ ઘણા લોકોના હત્યારા હોય
મરાંડીઃ પશ્વિમી મીડિયા હંમેશાથી તેની સરકાર માટે કામ કરે છે. આંતરિક મામલામાં તે કોઈનો પણ પક્ષ લે, પરંતુ વિદેશ સંબંધના કેસમાં તે સ્પષ્ટપણે દેશની સરકારના પક્ષમાં જ વાત કરે છે. અમેરિકા અને સાઉદીએ અફઘાનિસ્તાનમાં અલકાયદાને જન્મ આપ્યો હતો. તેમણે સીરિયાના હિત માટે અસદ સરકાર વિરુદ્ધ અલકાયદા અને ISને ઊભું કરવામાં મદદ કરી. પહેલા તેમણે સદ્દામ હુસૈનને રાસાયણિક હથિયાર આપ્યા. પછી સદ્દામ પર હથિયારોનો તેમની જનતા વિરુદ્ધ ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. ઈરાક પર હુમલાની સાથે આટલા વર્ષોમાં તેને તબાહ કરી દીધા. આટલા વર્ષોમાં અમેરિકા ગુપ્તચર એજન્સી સીઆઈએ સ્થાનિક એજન્સીઓ સાથે મળીને સીરિયા અને ઈરાકમાં કટ્ટરપંથને પ્રોત્સાહન આપ્યું. 2012ની અમેરિકન ડિફેન્સ ઈન્ટેલિજેન્સ એજન્સીના રિપોર્ટ પરથી ખબર પડી કે સીરિયામાં જે આતંકી સંગઠન હતા, તે તમામ કટ્ટરપંથી હતા અને સાઉદી અરબ-UAE સાથે અમેરિકા તેમનું સમર્થન કરી રહ્યો હતો. સંગઠનોનો હેતું હતો કે તે સીરિયા-ઈરાક વચ્ચે એક એવું રાજ્ય બનાવી લે, જ્યાં કટ્ટર ઈસ્લામિક કાયદા લાગુ થાય છે. DIAના તાત્કાલિન પ્રમુખ જનરલ માઈકલ ફ્લિને થોડા સમય બાદ ઘટસ્ફોટ કર્યો હતો કે અમેરિકાએ પશ્વિમ એશિયામાં તેમના સાથીઓ(સાઉદી અરબ, કતર અને UAE)માટે આ કટ્ટરપંથીઓનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો હતો. વિકિલીક્સે હિલેરી ક્લિન્ટનના ઈમેલ પરથી ખુલાસો કર્યો હતો કે તેમણે 2014માં વિદેશ મંત્રી હતા તે વખતે કહ્યું હતું કે, સાઉદી અરબ અને કતર ISને સમર્થન કરી રહ્યા છે. આ પ્રકારે તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ જો બિડેનના 2014માં હાર્વર્ડમાં આપેલા ભાષણો પરથી પણ અમને આ માહિતી મળે છે.
‘જનરલ સુલેમાનીએ કટ્ટરપંથીઓને સીરિયામાં અસદ સરકારને નુકસાન પહોંચાડવા અને ISને ઈરાક પર કબ્જો કરવા માટે અટકાવ્યા હતા. સુલેમાનીને ઈરાકમાં બગદાદી અને કુર્દ બહુમતી વાળા વિસ્તારોમાં ISથી બચવા માટે જ મોકલવામાં આવ્યા હતા.અહીથી જ સુલેમાનીની ભૂમિકા સ્પષ્ટ થાય છે. જ્યાં અમેરિકાએ અલકાયદા અને ISને ઊભું કરવામાં ભૂમિકા અદા કરી અને અફઘાનિસ્તાન, સીરિયા અને ઈરાકને તબાહ કર્યા, સાથે જ સુલેમાનીએ ઈરાનને સદ્દામના હુમલાથી બચાવ્યું. તેમણે કટ્ટરપંથીઓને સીરિયા અને ઈરાક પર કબ્જો કરવાથી અટકાવ્યા હતા. તેમણે લેબનાનની ઈઝરાયલ પાસેથી જમીન પાછી મેળવવામાં પણ મદદ કરી હતી. આ ઉપરાંત તેમણે ગાજામાં પણ પેલેસ્ટાઈનના નાગરિકોને પોતાની રક્ષા કરવાનું શીખવાડ્યું હતું’
સવાલઃ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે, રેવોલ્યૂશનરી ગાર્ડ્સે ભારતથી માંડી લંડન સુધી હુમલાનું કાવતરું રચ્યું હતું? આ તેમનું નિવેદન શું દર્શાવે છે?
મરાંડીઃ ડોનાલ્ડ ટ્રમ્પે એ માણસ છે, જેનું દર બીજું નિવેદન ખોટું હોય છે. ટ્રમ્પે તો સુલેમાનીના ઈરાકની મુલાકાત વિશે પણ ખોટું કહ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, સુલેમાની ઈરાકમાં અમેરિકન ઠેકાણા અને રાજદ્વારીઓ પર હુમલો કરવા માટે ગયા હતા. જ્યારે ઈરાકના રાષ્ટ્રપતિ આદિલ અબ્દુલ મહદી સંસદમાં કહી ચુક્યા છે કે સુલેમાની તેમને મળવા આવ્યા હતા. સુલેમાની સાઉદી અરબ વિશે એક મામલા અંગે ચર્ચા કરવા માંગતા હતા. તે ઈચ્છતા હતા કે ઈરાકી રાષ્ટ્રપતિ ઈરાન-સાઉદી અરબના વિવાદમાં મધ્યસ્થા કરે. ઈરાકના રાષ્ટ્રપતિએ એટલે સુધી કહ્યું કે, તેમને આ અંગે ખબર હતી. ટ્રમ્પે તેમણે આ માહિતી માટે આભાર પણ માન્યો હતો. પરંતુ અમેરિકાએ શું કર્યું. તેમણે સુલેમાની અને ઈરાકના યુદ્ધ વખતે હીરો રહી ચુકેલા જનરલ મુહંદિસની બગદાદ એરપોર્ટ પર હત્યા કરી દીધી હતી. આ ઈરાન વિરુદ્ધ યુદ્ધની જાહેરાત હતી. સ્પષ્ટ છે કે પશ્વિમી મીડિયાએ ઈરાકના રાષ્ટ્રપતિના આ નિવેદનોને પ્રાથમિકતાથી છાપ્યા ન હતા. ઈરાનના મામલાઓમાં પશ્વિમી મીડિયાનો ક્યારેય વિશ્વાસ ન કરી શકાય.
સવાલઃ પશ્વિમ એશિયામાં તણાવ પેદા કરવામાં અમેરિકાના સાથી સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાતની શુ ભૂમિકા છે. શું તેમણે ઈરાનના નબળા પડવાથી કોઈ ફાયદો છે?
મરાંડીઃજો પશ્વિમ એશિયામાં તણાવ વધશે તો તેના પરિણામ ઘાતક હશે. આનાથી સૌથી વધારે નુકસાન સાઉદી અરબ અને UAEએ ભોગવવું પડશે. અમેરિકાએ ઈરાન પર હુમલાના પ્રયાસ કર્યા અને તેને વળતો જવાબ પણ મળ્યો. અમેરિકાની તૈયારી એટલી ઓછી હતી કે તે ઈરાનની એક મિસાઈલને ઈન્ટરસેપ્ટ કરી શક્યા ન હતા. સેટેલાઈટ ઈમેજમાં પણ જોવા મળ્યું કે ઈરાને જ્યાં હુમલો કર્યો, ત્યાં ટારગેટ્સને નુકસાન પહોંચ્યું (અમેરિકન સૈનિકોએ તાજેકરમાં જ કહ્યું કે, ખુશનસીબ છે કે તે ઈરાનના હુમલાથી બચી ગયા) અમેરિકા જાણે છે કે ઈરાન સાથે સીધુ યુદ્ધ ન લડી શકાય. ઈરાને ચેતવણી આપી કે જે પણ દેશ અમેરિકન બેઝને જગ્યા આપશે, યુદ્ધની સ્થિતિમાં તેમને દુશ્મનની જેમ જોવામાં આવશે. ઈરાનની મજબૂત રક્ષઆ ક્ષમતાઓ અને અમેરિકા ટક્કર ઝીલવાની શક્તિ જોઈને સાઉદી અને UAE પહેલાથી જ ગભરાયેલા છે. તેઓ જાણે છે કે જો યુદ્ધ થશે તો તે વધારે ટકી નહીં શકે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.