મન્ડે પોઝિટિવ / ફ્રાન્સના શરણાર્થીઓએ પલાયનથી પરેશાન વિશ્વના અંતિમ ગામ ચમોન-લે-ચેતોની તસવીર બદલી, સ્કૂલ, હોસ્પિટલ ફરી શરૂ કરાઈ

અભ્યાસ કરતા બાળકો.
અભ્યાસ કરતા બાળકો.
જેમી પાસે આશરે 1500 ક્રીસમસ ટ્રી પહોંચી ગયા છે.
જેમી પાસે આશરે 1500 ક્રીસમસ ટ્રી પહોંચી ગયા છે.

  • ફેક્ટરી બંધ થયા બાદ શરૂ થયું હતું પલાયન, ગામમાં માત્ર 180 લોકો બચ્યા હતા હવે પાછા 300 થયા
  • બાળકોનો અભ્યાસ, આરોગ્ય જેવા મામલે સાથે મળી મદદ કરે છે

Divyabhaskar.com

Jan 13, 2020, 02:55 AM IST

પેરિસ: ફ્રાન્સના ચમોન-લે-ચેતો ગામને વિશ્વનું અંતિમ ગામ માનવામાં આવે છે. અહીં જીવન વિતાવવું બહુ મુશ્કેલ છે. કારણ કે બરફીલા પવન, વેરાન વિસ્તાર, જાહેર પરિવહન અને અન્ય સુવિધાઓ ન હોવાને કારણે બહુ મુશ્કેલી થાય છે. 10 વર્ષ પહેલાં ગામ પલાયનથી પરેશાન હતું અને માત્ર 180 લોકો બચ્યા હતા. પરંતુ શરણાર્થીઓએ ગામની તસવીર બદલી નાંખી છે. પલાયન અટકી ગયું છે. ગ્રામીણોએ નાની-નાની દુકાનો ખોલી લીધી છે. હોસ્પિટલ, સ્કૂલ ફરી શરૂ થઇ ગયા છે. સ્કૂલના 46 બાળકોમાંથી 16 શરણાર્થી છએ. અહીંના મેયર માઇકલ નોવેલ જણાવે છે કે ગામની અેક માત્ર ડેરી ફેકટરી બંધ થઇ જતાં પલાયન શરૂ થયું હતું. ભયભીત ગ્રામીણોએ શરણાર્થીઓ માટે દ્વ્રાર ખોલી દીધા. તેમને વસવા માટે પ્રોત્સાહિત કર્યા. આજે અહીં 300 લોકોની વસતીમાં આશરે 20 ટકા શરણાર્થી છે. આ લોકો સીરિયા, સુદાન, લેટવિયા અને આયવરી કોસ્ટ જેવા દેશોમાંથી આવીને વસ્યા છે.
અમેરિકા: એનજીઓમાં વોકિંગ સ્ટિક લેવા ગયો, પણ ખતમ થઇ જતા જાતે બનાવી, હવે બીજા માટે પણ બનાવી રહ્યા છે
અમેરિકામાં લોકો ઘરોની સાફ-સફાઇમાં લાગ્યા છે. હજારો ક્રિસમસ ટ્રી ફેંકવામાં આવી રહ્યા છે. પરંતુ ટેક્સાસના જેમી વિલિસ આ વૃક્ષોને નવજીવન આપી રહ્યા છે. જેમી સેનામાં હતા ત્યારે એક ઘટનામાં દિવ્યાંગ બની ગયા. તેઓ કહે છે કે ‘હું કોઇ કામ કરી શકતો નહતો. એક એનજીઓ જરૂરિયાતમંદોને વોકિંગ સ્ટીક વહેંચી રહ્યું હતું. હું પણ પહોંચી ગયો, ત્યારે સ્ટીક ખલાસ થઇ ગઇ હતી. પછી મેં જાતે લાકડી બનાવી. હું બીજાઓ માટે તે બનાવવા માગતો હતો. તેથી બેકાર ક્રિસમસ ટ્રીનો ઉપયોગ કર્યો. લોકો પાસેથી ટ્રી માગ્યા. અત્યાર સુધી 1500થી વધુ ક્રિસમસ ટ્રી મળી ગયા છે. મારું ઘર સ્ટોર બની ગયું. હું તેમાંથી 500 લોકોને વોકિંગ સ્ટીક બનાવી આપી ચૂક્યો છું.

X
અભ્યાસ કરતા બાળકો.અભ્યાસ કરતા બાળકો.
જેમી પાસે આશરે 1500 ક્રીસમસ ટ્રી પહોંચી ગયા છે.જેમી પાસે આશરે 1500 ક્રીસમસ ટ્રી પહોંચી ગયા છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી