પાકિસ્તાન / ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની તબિયત બગડતા દુબઈની હોસ્પિટલમાં દાખલ

Divyabhaskar.com

Dec 03, 2019, 04:12 PM IST

નેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની તબિયત બગડતા દુબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુશર્રફ હૃદય અને બ્લડ પ્રેશર સંબંધિત બિમારીનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દુબઈમાં જ રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ અગાઉ પરવેઝ મુશર્રફને થોડા સમય અગાઉ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


તેઓ વર્ષ 2016 થી પાકિસ્તાનથી બહાર દુબઈમાં વસવાટ કરે છે. પરવેઝ મુશર્રફ સામે પાકિસ્તાનની અનેક અદાલતોમાં કેસ ચાલી રહ્યા છે, થોડા દિવસ અગાઉ જ એક અદાલતે તેમની સામે દેશદ્રોહનો કેસ ચલાવવા આદેશ કર્યો હતો, પરંતુ બાદમાં ઈમરાન સરકાર તરફથી આ આદેશને અટકાવવા માગ કરવામાં આવી હતી. બીજીબાજુ પરવેઝ મુશર્રફ એવી દહેશત પણ વ્યક્ત કરી ચુક્યા છે કે જો તેઓ પાકિસ્તાન પાછા આવશે તો તેમની ધરપકડ કરી જેલમાં પુરી દેવામાં આવશે અને અનેક કેસ ચલાવવામાં આવી શકે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી